તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • CBSE Launches Facial Recognition System For 10th 12th Standard Students, Now Marksheet Can Be Downloaded From Face Reading On App

સુવિધા:10મા-12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે CBSEએ ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ શરૂ કરી, હવે એપ પર ફેસ રિડીંગથી જ માર્કશીટ ડાઉનલોડ થઈ જશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10મા -12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે માર્કશીટ અને અન્ય ડોક્યૂમેન્ટ્સ ડાઉનલોડ કરવા માટે નવી સિસ્ટમ લોન્ચ કરી છે. હવે વિદ્યાર્થીઓ ફક્ત આધાર અને મોબાઇલ નંબરથી જ ડિજિલોકરમાંથી તેમના ડોક્યૂમેન્ટ્સ ડાઉનલોડ કરી શકશે. બોર્ડે ડોક્યૂમેન્ટ્સ ડાઉનલોડ કરવા માટે ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ શરૂ કરી છે, જેની મદદથી વિદ્યાર્થીઓ ગમે ત્યાં કોઈપણ જગ્યાએ તેમના ડોક્યૂમેન્ટ્સ ડાઉનલોડ કરી શકશે.

ફોરેન સ્ટુડન્ટ્સની મુશ્કેલીઓ દૂર થશે
CBSEના સ્પોક્સપર્સન રામા શર્માએ ભાસ્કરને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ડિજિલોકર દ્વારા જ આ નવી સિસ્ટમ પણ એક્સેસ કરી શકશે. જે વિદ્યાર્થીઓ ડિજિલોકર પાસવર્ડ અથવા તેમનો મોબાઇલ નંબર ભૂલી ગયા હોય અથવા કોઈ અન્ય કારણસર ડિજિલોકર ખોલવામાં અસમર્થ હોય એ વિદ્યાર્થીઓ માટે આ ટેક્નોલોજી ખૂબ મદદરૂપ સાબિત થશે. ખાસ કરીને ફોરેન સ્ટુડન્ટ્સ જેમની પાસે આધારકાર્ડ નથી તેઓ આ સિસ્ટમ દ્વારા ગમે ત્યાં સરળતાથી તેમની માર્કશીટ અને સર્ટિફિકેટ્સ ડાઉનલોડ કરી શકશે.

ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
રામા શર્માએ જણાવ્યું કે, આ એક એપ્લિકેશન સોફ્ટવેર છે, ફેસ રીડ કરીને ડેટાબેઝમાં પહેલેથી જ સ્ટોર થયેલી વિદ્યાર્થીઓની ડિટેલ્સ જેવાં ફોટો સાથે મેચ કરશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને તેમના ડોક્યૂમેન્ટ્સ અને સર્ટિફિકેટ મળી જશે. વિદ્યાર્થીઓ આ ડોક્યૂમેન્ટ્સને તેમની અનુકૂળતા પ્રમાણે ડાઉનલોડ કરી શકશે. એકવાર વિદ્યાર્થીનો ફેસ ડેટાબેસમાં ડિજિટલ ઇમેજ સાથે મેળ ખાય તો તે તેને એક્સેસ કરી અને ડાઉનલોડ કરી શકે છે. આ એપ્લિકેશન હવે "પરીક્ષા મંજુષા" અને ડિજિલોકર digilocker.gov.in/cbse-certificate.html પર તમામ 2020ના રેકોર્ડ્સ ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...