તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • CBSE Invites Applications For Various Scholarships From Single Girl Child Students, Students Will Be Able To Apply Till December 10.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBSE સ્કોલરશિપ:CBSEએ સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્ટુડન્ટ્સ પાસે વિવિધ સ્કોલરશિપ માટે અરજીઓ માગી, વિદ્યાર્થીઓ 10 ડિસેમ્બર સુધી અપ્લાય કરી શકશે

5 મહિનો પહેલા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ગર્લ સ્ટુડન્ટ્સ પાસે વિવિધ સ્કોલરશિપ માટે અરજી માગી છે. CBSE સ્કૂલ્સમાં 2020માં 10મું ધોરણ પાસે કરનારી ગર્લ સ્ટુડન્ટ્સ 12મા ધોરણના અભ્યાસ માટે CBSE મેરિટ સ્કોલરશિપ સ્કીમ ફોર સિંગલ ગર્લ ચાઇલ્ડ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓએ વર્ષ 2019માં સ્કોલરશિપ માટે અપ્લાય કર્યું હતું તે પણ તેને રિન્યૂ કરાવી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર
આ સ્કોલરશિપ પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓએ 10 ડિસેમ્બર સુધીમાં તેમની અરજીઓ સબમિટ કરવાની રહેશે. આ સંદર્ભે જારી થયેલાં ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, વિદ્યાર્થીઓએ 28 ડિસેમ્બરના રોજ અથવા તે પહેલાં અરજી ફોર્મની હાર્ડ કોપી સબમિટ કરવાની રહેશે. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, છેલ્લી તારીખ પછી મળેલી હાર્ડ કોપી સબમિટ કરવામાં આવશે નહીં.

દર મહિને 500 રૂપિયા મળશે
બોર્ડ દ્વારા આપવામાં આવતી આ સ્કોલરશિપનો હેતુ CBSEના 10મા ધોરણની પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ સાથે ઉત્તીર્ણ થયેલ પ્રતિભાશાળી સિંગલ ગર્લ ચાઇલ્ડને સ્કોલરશિપ આપવાનો છે. આ રકમ યોગ્યતાના આધારે વહેંચવામાં આવે છે. આ અંતર્ગત દર મહિને 500 રૂપિયાની રકમ આપવામાં આવે છે. યોજના હેઠળ આપવામાં આવતી સ્કોલરશિપની ચૂકવણી બે વર્ષ સુધી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો