• Gujarati News
  • Utility
  • CBSE Has Released Sample Papers For Exam Preparation, All The Information From Paper Pattern To Marking Scheme Will Be Available.

પરીક્ષાની તૈયારી:CBSEએ પરીક્ષાની તૈયારી માટે સેમ્પલ પેપર બહાર પાડ્યાં, પેપર પેટર્નથી લઇને માર્કિંગ સ્કીમ સુધીની તમામ માહિતી મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે CBSEની પરીક્ષા 4મેથી 10 જૂન સુધી લેવાશે, રિઝલ્ટ 15 જુલાઈ સુધીમાં આવી જશે
  • વિદ્યાર્થીએ સેમ્પલ પેપર જોવા CBSEની વેબસાઇટ પર જઇને સેમ્પલ પેપર 2020-21માં જવું પડશે

CBSEએ વિદ્યાર્થીઓની પરીક્ષાને લગતી મૂંઝવણ દૂર કરવા માટે સેમ્પલ પેપર બહાર પાડી દીધાં છે. તેનાથી 10મા અને 12મા ધોરણના બોર્ડના હજારો ઉમેદવારોને પ્રશ્નપત્રની પેટર્ન અંગે માહિતી મળશે. આ માટે વિદ્યાર્થીએ CBSEની વેબસાઇટ http://cbseacademic.nic.in/ પર જઇને સેમ્પલ પેપર 2020-21માં જવું પડશે. જ્યાં દરેક ઉમેદવારે દરેક વિષયની સેમ્પલ પેપર માર્કિંગ સ્કીમ અને કેસ સ્ટડી પ્રશ્નના જવાબ આપવાના રહેશે. પ્રશ્નપત્રમાં શું પૂછવામાં આવી શકે છે, મલ્ટીપલ ચોઇસના કેટલા પ્રશ્નો આવશે. વિદ્યાર્થી આ તમામ માહિતી CBSE વેબસાઇટમાં આપેલા સેમ્પલ પેપરથી મેળવી શકશે. આ પેપર સોલ્વ કરીને પરીક્ષાર્થીઓના મનમાં ચાલતા પ્રશ્નપત્રને લગતા પ્રશ્નો દૂર થશે.

પ્રિ-બોર્ડથી લઇને બોર્ડ સુધીની તૈયારી સરળતાથી કરી શકાશે
ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન બોર્ડની યોજાનારી પરીક્ષા આ વર્ષે CBSE દ્વારા 4 મેથી 10 જૂન દરમિયાન લેવામાં આવશે. જ્યારે તેનું રિઝલ્ટ 15 જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે વધુ ત્રણ મહિનાનો સમય મળ્યો છે. કોરોના રોગચાળાને લીધે મોટાભાગના વિદ્યાર્થીઓ આ વર્ષે ઓનલાઇન ભણ્યા છે. વિદ્યાર્થીઓ આગામી મહિનામાં તેમના પ્રિ-બોર્ડથી લઇને બોર્ડની તૈયારી સરળતાથી કરી શકે છે.

વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી

  • દરેક વિષયને કાળજીપૂર્વક વાંચો.
  • વધુને વધુ લખવાની પ્રેક્ટિસ કરો. તેનાથી રાઇટિંગ સુધઝરશે, તમે પરીક્ષામાં સમયસર પેપર પૂરું કરી શકશો.
  • ટાઇમ ટેબલ બનાવો અને નક્કી કરેલા સમય મુજબ દરેક વિષય માટે તૈયારી કરો.
  • વિદ્યાર્થીઓએ તણાવમુક્ત થઇને પરીક્ષાની તૈયારી કરવી જોઈએ.
  • વિષયમાં મહત્ત્વપૂર્ણ બાબતો વાંચતી વખતે અંડરલાઇન કરો. બીજી વખત અંડરલાઇન કરેલા મહત્ત્વપૂર્ણ વિષયો પર ફોકસ કરો.

વિદ્યાર્થીઓને ત્રણ મહિનાનો વધારાનો સમય મળશે
બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે વેબસાઇટ પર સેમ્પ પેપર બહાર પાડવામાં આવી ચૂક્યા છે. આની મદદથી વિદ્યાર્થી સેમ્પલ પેપર આપીને પરીક્ષા સંબંધિત તમામ મૂંઝવણ દૂર કરી શકે છે. વિદ્યાર્થીઓએ સમય પ્રમાણે પોતાનો અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે તૈયાર કરવો જોઈએ. આ વખતે બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ત્રણ મહિનાનો વધારાનો સમય મળશે. - રાજન લાંબા, સહોદય કોમ્પ્લેક્સ પ્રમુખ, કરનાલ.