સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ હેન્ડીક્રાફ્ટ એન્ડ કાર્પેટ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (HCSSC)ની મદદથી ધોરણ 6થી 8 માટે હસ્તશિલ્પ પર સ્કિલ મોડ્યુલ માટે એક સ્ટુડન્ટ હેન્ડબુક લોન્ચ કરી છે. આ સ્કિલ મોડ્યુલ પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ પર ફોકસ્ડ છે, તે વિદ્યાર્થીઓને કઈક નવું શીખવાનો મોકો આપશે. આ હેન્ડબુકમાં બે મોડ્યુલ સામેલ હશે. પેપર મેશ અને ફેશન જ્વેલરી.
બોર્ડ ટીચર્સ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલુ કરશે
CBSEનાં નિદેશક ડૉ. બિસ્વજીત સાહાએ કહ્યું, 700થી વધારે સ્કૂલોએ પહેલેથી જ આ મોડ્યુલ શરુ કરવાનો ઓપ્શન સિલેક્ટ કરી લીધો હતો. વિદ્યાર્થીઓને આ સ્કિલ મોડ્યુલ શીખવાડતા પહેલાં ટીચર્સને ટ્રેનિંગ આપવામાં આવશે.
બોર્ડની એકેડમિક વેબસાઈટ પર વર્કબુક અવેલેબલ છે
CBSEની વેબસાઈટ cbseacademic.nic.in પર સ્ટુડન્ટ હેન્ડબુક કે વર્કબુક જાહેર કરી છે. બોર્ડના જણાવ્યા પ્રમાણે, આ સ્કિલ વિદ્યાર્થીઓ માટે એકદમ ક્રિએટિવ અને સુરક્ષિત છે. દરેક જરૂરી સાધનો પણ સ્કૂલમાં સરળતાથી મળી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.