• Gujarati News
  • Utility
  • CBSE FAQs| Students And Parents Are Getting Confused About The Results Of 10th, CBSE Released The Answers To The Questions.

CBSE FAQs:10મા ધોરણના પરિણામ અંગે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ દુવિધામાં, તેમનાં મનની શંકાઓ દૂર કરવા માટે બોર્ડે FAQs જાહેર કરી જવાબ આપ્યો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખી બોર્ડે આ વર્ષે 10મા ધોરણની પરીક્ષા રદ્દ કરી છે
  • વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડ દ્વારા નક્કી કરાયેલા ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયા પ્રમાણે જાહેર કરાશે

CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)એ 10મા ધોરણનાં પરિણામ માટે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન ફોર્મ્યુલા જાહેર કર્યો છે. હાલ તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓના માર્ક્સ અપલોડ કરવા માટે 30 જૂન સુધીનો સમય સ્કૂલ્સને આપવામાં આવ્યો છે. તેવામાં સંભાવના છે કે 10મા ધોરણનું પરિણામ જુલાઈમાં જાહેર કરવામાં આવે.

10મા ધોરણની માર્કિંગ સ્કિમ અંગે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સના મનમાં ઘણા પ્રશ્નો ઉદભવી રહ્યા છે. તેવામાં CBSEએ FAQ (ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન)નું લિસ્ટ જાહેર કર્યું છે. આ સવાલોના જવાબો જાણી તમારા મનની શંકા દૂર કરો...

સવાલ: CBSE 10મા ધોરણનું પરિણામ કેવી રીતે જાહેર કરવામાં આવશે?
જવાબ
: 10મા ધોરણનું પરિણામ બોર્ડ નોટિફિકેશન નંબર CBSE/CE/2021 તારીખ 01.05.2021ના આધારે ડેવલપ કરાયેલા ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયા પ્રમાણે જાહેર થશે.

સવાલ: બોર્ડ દ્વારા નક્કી કરાયેલા ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયા પ્રમાણે આવેલાં પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પાસે શું વિકલ્પ રહેશે?
જવાબ
: જો કોઈ પણ વિદ્યાર્થી ક્રાઈટેરિયા પ્રમાણેના પરિણામથી સંતુષ્ટ નહિ હોય તો તે CBSE દ્વારા પરિસ્થિતિ સામાન્ય બનતાં લેવાતી ઓફલાઈન પરીક્ષામાં સામેલ થઈ શકે છે.

સવાલ: જે વિદ્યાર્થી કોઈ એસેસમેન્ટમાં સામેલ થયા નથી તેમનું એસેસમેન્ટ કેવી રીતે કરવામાં આવશે?
જવાબ
: જો કોઈ વિદ્યાર્થી આયોજિત કોઈ પણ મુલ્યાંકનમાં સામેલ ન થયો હોય તો સ્કૂલ ઓફલાઈન/ ઓનલાઈન અથવા ટેલિફોનિક વન ટુ વન એસેસમેન્ટ કન્ડક્ટ કરી શકે છે. રિકમેન્ડેશનને પ્રમાણિત કરવા માટે ડોક્યુમેન્ટ્રી એવિડન્સ રેકોર્ડ કરી શકે છે.

સવાલ: પેરેન્ટ્સ એક્ઝામ કોપી જોવા માગતા હોય અથવા બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ માર્ક્સનું વેરિફિકેશન કરવા માગતા હોય તે સ્કૂલે શું કરવાનું રહેશે?
જવાબ
: હાલના શૈક્ષણિક વર્ષ માટે આવી કોઈ સુવિધા મળશે નહિ.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આવા જ સવાલોના જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો.

આ વર્ષે 10મા ધોરણની પરીક્ષા રદ્દ કરવામાં આવી
આ વર્ષે બોર્ડે કોરોનાની બીજી લહેરની સ્થિતિ ધ્યાનમાં રાખી 10મા ધોરણની પરીક્ષા રદ્દ કરી છે. જ્યારે 12મા ધોરણની પરીક્ષાને હાલ પૂરતી સ્થગિત કરાઈ છે. આ વિશે 1 જૂને નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓ લેટેસ્ટ અપડેટ માટે ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in વિઝિટ કરી શકે છે.