તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • CBSE Board Launches 'Dost For Life' Mobile App For Students, Will Be Helpful In Problems Related To Mental Health

CBSE:બોર્ડે વિદ્યાર્થીઓ માટે ‘દોસ્ત ફોર લાઈફ’ એપ લોન્ચ કરી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી તકલીફોની સારવારમાં મદદરૂપ થશે

3 મહિનો પહેલા
  • એપ માત્ર એન્ડોઈડ પ્લેટફોર્મ પર જ અવેલેબલ છે
  • આ જ એપ પર ધોરણ 12 પછી કોર્સ ગાઈડન્સ પણ મળશે

દેશમાં કોરોનાનાં વધી રહેલા કેસને લીધે એકવાર ફરીથી પરીક્ષાઓ અટકી પડી છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને માનસિક તકલીફોનો સામનો કરવો પડ્યો છે. વિદ્યાર્થીઓની મદદ કરવાના હેતુથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ એક નવી મોબાઈલ એપ લોન્ચ કરી છે. CBSEની દોસ્ત ફોર લાઈફ નામની એપ ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ છે.

CBSEના વિદ્યાર્થીઓ માટે એપ અવેલેબલ
આ એપ્લિકેશન ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે. તેનાથી તેમને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં મદદ મળશે. આની પહેલાં બોર્ડે વિદ્યાર્થીઓ માટે ટોલ-ફ્રી નંબર જાહેર કર્યો હતો. હાલ આ મોબાઈલ એપ માત્ર CBSE સ્કૂલ માટે જ છે અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર જ અવેલેબલ છે.

ફીચર:

  • વિદ્યાર્થીઓ પોતાની સુવિધા પ્રમાણે ટાઈમ સ્લોટ સિલેક્ટ કરીને સ્પેશિયલિસ્ટ સાથે જોડાઈ શકશે.
  • સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ બે ટાઈમ સ્લોટમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકે છે.
  • અઠવાડિયાંમાં ત્રણવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારે ટ્રેન્ડ કાઉન્સલર/પ્રિન્સિપલ દ્વારા લાઈવ કાઉન્સિલિંગ સેશન ફ્રીમાં આયોજીત કરવામાં આવશે.
  • એપ પર ધોરણ 12 પછી કોર્સ ગાઈડન્સ પણ મળશે.
  • માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે પણ ટિપ્સ આપવામાં આવશે.

બોર્ડે મેન્યુઅલ જાહેર કર્યું
બોર્ડે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ માટે સોશિયલ, ઈમોશનલ અને અન્ય મુદ્દા પર પરીક્ષાની ચિંતા, ઇન્ટરનેટની આદત, ડિપ્રેશન, વ્યવહારમાં ચેન્જ જેવી તકલીફોથી દૂર રહેવા માટે એક કન્ટેન્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તે ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in અને CBSEની YouTube ચેનલ પર પણ જોઈ શકાય છે. આ ઉપરાંત એક મેન્યુઅલ પણ cbse.nic.in પર અવેલેબલ છે.