તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • CBSE Board Exam 2021| Corona Infected Students Will Get Exemption From Practical Exam, After The Theory Exam, They Will Get A Chance To Appear In The Exam

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBSEની મોટી રાહત:કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને પ્રેક્ટિલ એક્ઝામમાં છૂટ મળશે, થિયરી એક્ઝામ બાદ ફરી તક મળશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
CBSE બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પોઝિટિવ વિદ્યાર્થીઓએ કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ જ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરાશે - Divya Bhaskar
CBSE બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પોઝિટિવ વિદ્યાર્થીઓએ કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ જ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરાશે
  • સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓ એપ્રિલ, 2021માં અથવા થિયરી એક્ઝામ પછી પ્રેક્ટિલ એક્ઝામ આપી શકે છે
  • વિદ્યાર્થીઓએ કોવિડ-19 પોઝિટિવ રિપોર્ટ સ્કૂલમાં સબમિટ કરાવવાનો રહેશે

CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી)એ દેશમાં ફરી વધી રહેલા કોરોના સંક્રમણને જોતાં 10 અને 12મા ધોરણની પરીક્ષામાં સામેલ થયેલા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. કોરોનાને કારણે બોર્ડે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષામાં રાહત આપવાની જાહેરાત કરી છે. 4મેથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓમાં સામેલ થનારા કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ એક્ઝામમાં સંપૂર્ણ રીતે છૂટ આપવામાં આવશે.

થિયરી એક્ઝામ પછી પ્રેક્ટિકલ એક્ઝામ આપી શકાશે
પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી બોર્ડે આદેશ આપ્યા કે પ્રેક્ટિકલ એક્ઝામમાં સામેલ ન થઈ શકેલા કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે તક આપવામાં આવશે. સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓ એપ્રિલ, 2021માં અથવા થિયરી એક્ઝામ પછી પ્રેક્ટિલ એક્ઝામ આપી શકે છે. જોકે તેના માટે વિદ્યાર્થીઓએ કોવિડ-19 પોઝિટિવ રિપોર્ટ સ્કૂલમાં સબમિટ કરાવવાનો રહેશે. તે આધારે જ તેમને પરીક્ષામાં રાહત આપવામાં આવશે.

હોમ બોર્ડ પરીક્ષાનું આયોજન
દેશભરમાં કોરોનાએ ફરી પગપેસારો કરતાં નિષ્ણાતો અને શિક્ષાવિદોએ બોર્ડને આ વર્ષે હોમ બોર્ડ પરીક્ષા કરાવવાની સલાહ આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે બોર્ડે એવી વ્યવસ્થા કરવી જોઈએ જેમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠાં બોર્ડની પરીક્ષા આપી શકે. આમ કરવાથી લાખો વિદ્યાર્થીઓ પર તોળાતું જોખમ ઘટાડી શકાશે.

કોવિડ પ્રોટોકોલનું પાલન જરૂરી
કોરોનાકાળમાં આયોજીત થતી પરીક્ષા માટે CBSE બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પોઝિટિવ વિદ્યાર્થીઓએ કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ જ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો