તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • CBSE Board Exam 2021| CBSE Releases Sample Papers For 10th 12th Board Exam, Exam To Begin From May 4

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBSE પરીક્ષા 2021:બોર્ડે 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે સેમ્પલ પેપર જાહેર કર્યા, 4 મેથી પરીક્ષા યોજાશે

7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સેમ્પલ પેપરમાં માર્કિગ સ્કીમ પણ વિદ્યાર્થીઓ જોઈ શકશે
 • 4મેથી શરૂ થતી પરીક્ષાઓ 14 જૂન સુધી ચાલશે

CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)એ બોર્ડ પરીક્ષા 2021 માટે 10મા અને 12મા ધોરણના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. તમામ વિષયો માટે સેમ્પલ પેપર બોર્ડની ઓફિશિયલ એકેડેમિક વેબસાઈટ cbseacademic.nic.in પર જાહેર કર્યા છે. આ વર્ષે બોર્ડ પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટનાં માધ્યમથી સેમ્પલ પેપર ડાઉનલોડ કરી શકે છે.

4મેથી શરૂ થશે પરીક્ષા
આ વર્ષે 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ 4 મેથી શરૂ થશે. તે 14 જૂન સુધી ચાલશે. જ્યારે સ્કૂલોમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પરીક્ષાનું પરિણામ 15 જુલાઈએ જાહેર કરવામાં આવશે. આ પહેલાં બોર્ડે નોટિફિકેશન જાહેર કરી માહિતી આપી હતી કે પ્રેક્ટિલ એક્ઝામ દરમિયાન કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને પરીક્ષામાં સામેલ થવાની બીજી તક આપવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ માટે 11 જૂન અથવા તેના પહેલાં પ્રેક્ટિલ એક્ઝામનું આયોજન કરવામાં આવશે.

આ રીતે સેમ્પલ પેપર ડાઉનલોડ કરો

 • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ cbseacademic.nic.in પર જાઓ.
 • હોમ પેજ પર તમને તમામ વિષયોના સેમ્પલ પેપર જોવા મળશે.
 • 10મા અને 12માના સેમ્પલ પેપર ક્લિક કરવા પર નવી ટેબ ઓપન થશે.
 • જે વિષયના પેપર પર ક્લિક કરશો તે નવી ટેબમાં ઓપન થશે.
 • હવે વિષય પ્રમાણે સેમ્પલ પેપર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો.

10મા ધોરણના સેમ્પલ પેપર માટે અહીં ક્લિક કરો.
12મા ધોરણના સેમ્પલ પેપર માટે અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો