તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ હવે 10મા-12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ પછી હવે પ્રેક્ટિકલ એક્ઝામની તારીખો જાહેર કરી દીધી છે. બોર્ડે તમામ સંબંધિત શાળાઓને એક પરિપત્ર આપ્યો હતો, જેમાં 10મા-12મા ધોરણની પ્રેક્ટિકલ એક્ઝામ 1 માર્ચથી 11 જૂન, 2021 દરમિયાન લેવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. CBSEએ તમામ શાળાઓને 11 જૂન સુધીમાં તમામ પ્રોજેક્ટ અસાઇનમેન્ટ અને ઇન્ટર્નલ અસાઇનમેન્ટ પણ પૂરો કરવા નિર્દેશ આપ્યો છે.
પ્રેક્ટિકલ એક્ઝામ માટે મહત્તમ ગુણ નક્કી કરાયાં
CBSEએ 10મા-12મા ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટે પણ અનેક સૂચનાઓ જાહેર કરી છે. આ મુજબ, શાળાઓએ પ્રેક્ટિગકલ અથવા ઇન્ટર્નલ અસેસમેન્ટ માટે સૂચવેલ મહત્તમ ગુણની કાળજી લેવી પડશે. બંને ક્લાસિસના વિવિધ વિષયો માટે મહત્તમ 20 ગુણ સૂચવવામાં આવ્યા છે. જો કે, NCC માટે મહત્તમ ગુણ 30 છે. ડેટશીટ અને માર્ક્સ વિશે વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકે છે.
પ્રેક્ટિકલ એક્ઝામ દરમિયાન કોવિડ-19 માટે નિર્દેશ
પરીક્ષાની તારીખ બહાર પાડવાની સાથે બોર્ડે પરીક્ષા દરમિયાન અનુસરવામાં આવતી કોરોના ગાઇડલાઇન્સ પણ બહાર પાડી છે. તમામ શાળાઓના ટીચિંગ અને નોન-ટીચિંગ કર્મચારીઓએ પણ આ સૂચનાઓનું પાલન કરવું પડશે. આ સૂચનોનું પાલન ન કરવા બદલ બોર્ડે સ્કૂલો પર 50,000 રૂપિયાનો દંડ લાદવાની જાહેરાત કરી છે.
આ સૂચનાઓનું પાલન કરવું પડશે
ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.