• Gujarati News
  • Utility
  • CBSE Board 2021| The Complete Datesheet Of The 10th 12th Examination Will Be Released On Tuesday, The Examination Will Be Held From May 4 To June 10.

CBSE બોર્ડ 2021:મંગળવારે 10મા અને 12મા ધોરણની પરીક્ષાની સંપર્ણ ડેટશીટ જાહેર થશે, 4મેથી 10 જૂન સુધી પરીક્ષા યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

CBSE (સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી ઓફ એજ્યુકેશન)ની 10મા અને 12મા ધોરણની પરીક્ષાની સંપૂર્ણ ડેટશીટ મંગળવારે જાહેર થશે. આ વિશે કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગત ગુરુવારે CBSE પ્રમુખો સાથે થયેલા એક લાઈવ ઈન્ટરેક્શન દરમિયાન માહિતી આપી હતી. ત્યારથી વિદ્યાર્થીઓ સંપૂર્ણ શિડ્યુલની રાહ જોઈ રહ્યા છે.

31 ડિસેમેબરે પરીક્ષાની તારીખ જાહેર થઈ હતી
આ પહેલાં કેન્દ્રીય શિક્ષા મંત્રીએ 31 ડિસેમ્બરે એક લાઈવ વેબિનારમાં CBSEના 10મા અને 12મા ધોરણની પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. તે પ્રમાણે આ વર્ષે બોર્ડ પરીક્ષા 4 મેથી 10 જૂન સુધી યોજાશે જ્યારે પ્રેક્ટિલ પરીક્ષા 1 માર્ચથી શરૂ થશે.

ઓફિશિયલ વેબસાઈટ પર ડેટશીટ જાહેર થશે
બોર્ડ પરીક્ષાની ડેટશીટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.inથી ડેટશીટ ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાની તારીખો સિવાય ડેટશીટમાં બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ માટે અમલ કરવાના મહત્ત્વપૂર્ણ નિર્દેશ પણ જાહેર થશે.

આ રીતે ડેટશીટ ડાઉનલોડ કરી શકાશે

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર જાઓ.
  • અહીં અપડેટ સેક્શનમાં ડેટશીટ લિંક પર ક્લિક કરો.
  • હવે પોતાનો ક્લાસ સિલેક્ટ કરો.
  • ત્યારબાદ ડેટશીટની PDF ફાઈલ ડાઉનલોડ કરી શકાશે.
અન્ય સમાચારો પણ છે...