CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)એ 4 મેથી શરૂ થનારી બોર્ડ પરીક્ષા માટે એક્ઝામ સેન્ટર કરેક્શન વિન્ડો ઓપન કરી છે. વિદ્યાર્થીઓ એક્ઝામ સેન્ટર અને શહેરની પસંદગી કરી શકે છે. CBSEના નોટિફિકેશન પ્રમાણે, વિદ્યાર્થીઓ લેખિત અને પ્રેક્ટિલ બંને એક્ઝામ માટે સેન્ટરમાં ફેરફાર કરી શકે છે.
કોરોનાને લીધે નિર્ણય લેવાયો
બોર્ડે કહ્યું કે, કોરોના સંક્રમણને લીધે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો શહેરથી બહાર ગયા છે. તેવામાં પરીક્ષા માટે ફરી પરત ફરવું તેમના માટે મુશ્કેલ છે. વિદ્યાર્થીઓની આ સમસ્યાને ધ્યાનમાં રાખતાં તેમને મનપસંદ એક્ઝામ સેન્ટરની પસંદગી કરવાની તક આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સુવિધાનુસાર પોતાના નજીકના એક્ઝામ સેન્ટરની પસંદગી કરી શકે છે.
25 માર્ચ સુધી અરજી કરવાની રહેશે
એવા વિદ્યાર્થીઓ જેમને એક્ઝામ રોલ નંબર મળી ગયો છે, તેઓ એક્ઝામ સેન્ટરમાં ફેરફાર કરવા માટે પોતાની સ્કૂલને અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓએ જણાવવાનું રહેશે કે તેઓ કયા શહેરમાં પરીક્ષા આપવા માગે છે. સ્કૂલોને અરજી મોકલા માટે 25 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
3 શિફ્ટમાં થશે પ્રેક્ટિલ પરીક્ષા
વિદ્યાર્થીઓ પાસેથી અરજી મેળવ્યા બાદ સ્કૂલોએ CBSEની વેબસાઈટ પર લોગ ઈન કરવાનો અવસર આપવામાં આવશે. તેનાથી તેઓ રિક્વેસ્ટ આગળ ફોરવર્ડ કરી શકશે. આ સિવાય બોર્ડે સ્કૂલોને આદેશ આપ્યો છે કે પ્રેક્ટિલ એક્ઝામ 2ને બદલે 3 શિફ્ટમાં કરવામાં આવે. જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે તેઓ 3 શિફ્ટમાં આયોજીત કરી શકે છે.
ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.