તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • CBSE Announces Results For The Post Of Steno Assistant, Stenographer And Junior Assistant, Check The Result As Follows

CBSE CBT પરિણામ જાહેર:CBSEએ સ્ટેનો આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર અને જૂનિયર આસિસ્ટન્ટના પદ માટે પરિણામ જાહેર કર્યું, આ રીતે રિઝલ્ટ ચેક કરો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ સ્ટેનો આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર અને જૂનિયર આસિસ્ટન્ટનાં પદો માટે લેવામાં આવેલી કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ (CBT)ના પરિણામો જાહેર કરી દીધાં છે. આ પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો પોતાનું પરિણામ CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in દ્વારા ચેક કરી શકે છે.

30 જાન્યુઆરી 2020ના રોજ પરીક્ષા યોજાઈ હતી
સ્ટેનો આસિસ્ટન્ટના પદ માટે કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ (CBT) 30 જાન્યુઆરી 2020ના રોજ, સ્ટેનોગ્રાફરના પદ માટે 31 જાન્યુઆરી 2020ના રોજ અને જૂનિયર આસિસ્ટન્ટના પદ માટે 29-30 જાન્યુઆરી 202ના રોજ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સિનિયર આસિસ્ટન્ટ અને સ્ટેનોગ્રાફરના પદ માટે પ્રોવિઝનલ રીતે આઈડેન્ટિફાય કરવામાં આવેલા ઉમેદવારોની સ્કિલ ટેસ્ટ 20 ફેબ્રુઆરી 2021ના રોજ લેવામાં આવી હતી, જ્યારે જૂનિયર આસિસ્ટન્ટના પદ માટે આ પરીક્ષા 21 ફેબ્રુઆરીએ લેવામાં આવી હતી.

આટલા ઉમેદવારો સિલેક્ટ થયા
CBSEની તરફથી જાહેર પરિણામોના અનુસાર, સિનિયર આસિસ્ટન્ટના પદ માટે 60 ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવ્યું છે. તેમજ સ્ટેનોગ્રાફરના પદ માટે 25 ઉમેદવાદો અને જૂનિયર આસિસ્ટન્ટ માટે 204 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

આ રીતે રિઝલ્ટ ચેક કરો

  • સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in પર જવું.
  • હવે CBSE રિઝલ્ટ 2020 ફોર સ્ટેનો આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર અને જૂનિયર આસિસ્ટન્ટ પર ક્લિક કરો.
  • ક્લિક કરતાં જ PDF ઓપન થઈ જશે.
  • ઉમેદવારો રિઝલ્ટ ડાઉનલોડ કરીને તેને સેવ કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...