તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ એક્ઝામ માટેની ડેટશીટ જારી કરી દીધી. જારી ડેટશીટ અનુસાર, CBSE દ્વારા 12માની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. જો કે, CBSEએ એમ પણ કહ્યું કે, આ તરીખો સંભવિત છે. નિશ્ચિત તારીખ બાદમાં જારી કરવામાં આવશે. તે ઉપરાંત બોર્ડે પરીક્ષાઓ યોજવા માટે SOP પણ જારી કર્યું છે. બોર્ડે કહ્યું કે, એક્ઝામ માટે સ્કૂલોમાં જુદી જુદી તારીખો મોકલવામાં આવશે.
પ્રેક્ટિકલ એક્ઝામમાં ઈન્ટરનલ અને એક્સર્ટનલ વિદ્યાર્થીઓ સામેલ
પ્રેક્ટિકલ એક્ઝામ અને પ્રોજેક્ટ ઈવેલ્યુએશનની દેખરેખ માટે બોર્ડની તરફથી એક ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરવામાં આવશે. પ્રેક્ટિકલ એક્ઝામમાં ગયા વર્ષની જેમ ઈન્ટરનલ અને એક્સટર્નલ બંને પ્રકારના વિદ્યાર્થીઓ સામેલ થશે. CBSC બોર્ડની તરફથી નિયુક્ત એક્સટર્નલ એક્ઝામિનરની જવાબદારી માત્ર પ્રેક્ટિકલ એક્ઝામ યોજવાની રહેશે.
લિંક પર માર્ક્સ અપલોડ કરવાના રહેશે
અસેસમેન્ટ પૂરું થયા બાદ સ્કૂલોને બોર્ડ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી લિંક પર માર્ક્સ અપલોડ કરવાના રહેશે. પ્રેક્ટિકલ એક્ઝામ અને પ્રોજેક્ટ મૂલ્યાંકન કામગીરી સ્કૂલોમાં જ કરવામાં આવશે. બોર્ડે જાણકારી આપી છે કે, તમામ સ્કૂલોને એક એપ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના પર તેમને પ્રેક્ટિકલ પરીક્ષામાં સામેલ થવા પર દરેક બેચના તમામ વિદ્યાર્થીઓ, એક્સટર્નલ એક્ઝામિનર, ઈન્ટરનલ એક્ઝામિનર અને ઓબ્ઝર્વરની સાથે ગ્રુપમાં ફોટો અપલોડ કરવાનો રહેશે.
CBSE exams for class 10 and 12 will happen for sure and a schedule is likely to be announced soon: Board secretary Anurag Tripathi
— Press Trust of India (@PTI_News) November 20, 2020
ટૂંક સમયમાં 10મા-12માની પરીક્ષા ડેટશીટ જાહેર કરવામાં આવશે
તાજેતરમાં બોર્ડ સચિવ અનુરાગ ત્રિપાઠી નિવેદન જારી કરતા જણાવ્યું કે, 10મા-12મા બોર્ડની પરીક્ષાઓ 2021 જરૂરથી લેવામાં આવશે અને તેના માટેનું શિડ્યુઅલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કોવિડ -19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષાઓ રદ અથવા મુલતવી રાખવાની વિવિધ અટકળો વચ્ચે બોર્ડ સેક્રેટરીએ આ નિવેદન આપ્યું હતું.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.