તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ એકેડમિક યર 2021-2022 માટે નવો સિલેબસ જાહેર કર્યો છે. 9માથી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbseacademic.nic.in દ્વારા નવો સિલેબસ ચેક કરી શકે છે. નવા સિલેબસ અનુસાર, CBSEએ એકેડમિક યર 2021-22 માટે સિલેબસમાં કોઈ ઘટાડો નથી કર્યો. એટલે કે વિદ્યાર્થીઓને 100 ટકા કોર્સનો અભ્યાસ કરવો પડશે.
1 એપ્રિલથી નવું સેશન શરૂ થશે
અગાઉ બોર્ડે ગત વર્ષે માર્ચમાં કોરોના મહામારીને કારણે શિક્ષણના નુકસાનને કારણે કોર્સમાં ઘટાડો કર્યો હતો. જો કે, આ ઘટાડો માત્ર ગત સેશન માટે જ હતો. આવી સ્થિતિમાં સિલેબસ અંગેની મૂંઝવણ વચ્ચે બોર્ડે વર્તમાન એકેડમિક યર માટે નવો સિલેબસ જાહેર કર્યો છે. 9માથી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે નવું એકેડમિક સેશન આજે એટલે 1 એપ્રિલથી શરૂ થયું છે.
4 મેથી શરૂ થશે બોર્ડની પરીક્ષા
દેશમાં ફરી વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા CBSEએ 10મા-12માની પરીક્ષામા સામેલ થનાર વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ એક્ઝામમાંથી રાહત આપવાની જાહેરાત કરી છે. 4મેના રોજ શરૂ થનારી બોર્ડ પરીક્ષામાં સામેલ થનાર કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ એક્ઝામમાંથી સંપૂર્ણ રીતે છૂટ આપવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ એપ્રિલ અથવા થિયરી પરીક્ષા બાદ પ્રેક્ટિકલ એક્ઝામમાં સામેલ થઈ શકશે.
નવો સિલેબસ જોવા માટે અહીં ક્લિક કરો.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.