સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12મા ધોરણની ટર્મ-1 એક્ઝામ નવેમ્બર-ડિસેમ્બર 2021માં લેવામાં આવશે. CBSE ટૂંક સમયમાં 10મા, 12મા ટર્મ-1 એક્ઝામના એડમિટ કાર્ડ જાહેર કરવાની છે. વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ જાહેર થયા બાદ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર જઈને પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.
CBSE 10મા અને 12માની એક્ઝામ ક્યારે થશે
CBSE ક્લાસ 10 ટર્મ-1 બોર્ડ માઈનર સબ્જેક્ટની એક્ઝામ 17 નવેમ્બરથી શરૂ થશે. જ્યારે મેઝર સબ્જેક્ટની એક્ઝામ 30 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ચાલુ થશે. તેમજ 12મા ધોરણની માઈનર સબ્જેક્ટની એક્ઝામ 16 નવેમ્બર અને મેઝર સબ્જેક્ટની એક્ઝામ 01થી 22 ડિસેમ્બર 2021 દરમિયાન લેવામાં આવશે.
કેવી હશે એક્ઝામ?
CBSE ટર્મ-1 બોર્ડ એક્ઝામમાં ઓબ્જેક્ટિવ ટાઈપ સવાલ હશે. મેઈન સબ્જેક્ટની એક્ઝામમાં વિદ્યાર્થીઓને 90 મિનિટનો સમય મળશે. માઈનર સબ્જેક્ટ્સનો ટાઈમ ડેટ શીટ અને પ્રશ્ન પેપર આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પ્રશ્વ પેપર વાંચવા માટે 20 મિનિટનો સમય મળશે. શિયાળીની સિઝનને ધ્યાનમાં રાખતા પેપર સવારે 10:30 વાગ્યાની જગ્યાએ 11:30 વાગે શરૂ થશે.
CBSE ટર્મ-2 એક્ઝામ
CBSE ટર્મ બોર્ડ એક્ઝામ માર્ચ- એપ્રિલ 2022માં લેવામાં આવશે. જો કે, ટર્મ-2 ઓબ્જેક્ટિવ યોજાશે કે સબ્જેક્ટિવ તેનો નિર્ણય કોવિડ-19 સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. CBSનું ફાઈનલ રિઝલ્ટ ટર્મ 1 અને 2ની એક્ઝામ બાદ જ જાહેર કરવામાં આવશે. બોર્ડ 1 એક્ઝામના અંતે વિદ્યાર્થીઓને પાસ, કમ્પાર્ટમેન્ટ અથવા જરૂરી રિપીટ કેટેગરીમાં રાખવામાં નહીં આવે.
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ 5 સ્ટેપ્સ ફોલો કરો
સ્ટેપ-1ઃ CBSE ટર્મ-1 એડમિટ કાર્ડ જાહેર થયા બાદ ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર જવું.
સ્ટેપ-2ઃ હોમ પેજ પર CBSE ટર્મ 1 એક્ઝામ એડમિટ કાર્ડ લિંક એક્ટિવ થઈ જશે. તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3ઃ તમારો સ્કૂલ કોડ અને રોલ નંબર ટાઈપ કરો.
સ્ટેપ 4ઃ સ્ક્રિન પર CBSE એડમિટ કાર્ડ ઓપન થઈ જશે.
સ્ટેપ 5ઃ તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લઈને રાખો.
CBSE ટર્મ-1 એક્ઝામ, 10માના મુખ્ય વિષયોની ડેટશીટ
CBSE ટર્મ-1 એક્ઝામ 12માના મેઝર વિષયોની ડેટશીટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.