• Gujarati News
  • Utility
  • CAT 2020: Examination For Admission In IIM Across The Country On 29 November, Candidates Can Apply Till 16 August

CAT 2020:દેશભરમાં IIMમાં એડમિશન માટેની પરીક્ષા 29 નવેમ્બરે લેવાશે, વિદ્યાર્થીઓ 16 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

5 ઓગસ્ટથી દેશભરમાં IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ માટે લેવામાં આવતી કોમન એડમિશન ટેસ્ટ (CAT)પરીક્ષા માટે અરજીની પ્રકિયા શરુ થઇ ગઈ છે. 16 ઓગસ્ટ પહેલાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. આ વખતે આ પરીક્ષાનું આયોજન IIM ઇન્દોર કરવાનું છે.

CATથી IIM ઉપરાંત 600 બિઝનેસ સ્કૂલ્સ એડમિશન આપે છે
CATના સ્કોરને આશરે IIMમાં તો એડમિશન મળે જ છે અને સાથે દેશભરમાં 600થી વધારે બિઝનેસ સ્કૂલ્સ પણ આ જ સ્કોર પર એડમિશન આપે છે. 156 શહેરોમાં CATના એક્ઝામ સેન્ટર હશે.

3 કલાકની પરીક્ષામાં 3 સેક્શન હશે
પરીક્ષાને 3 સેક્શનમાં વહેચવામાં આવી છે. આ ત્રણ સેક્શન-વર્બલ એબિલિટી એન્ડ રીડિંગ કોમ્પ્રીહેન્શન, ડેટા ઇન્ટરપ્રિટેશન, લોજિકલ રિઝનિંગ એન્ડ કવોન્ટિટેટિવ એપ્ટીટ્યુડ. 3 કલાકના આ પેપરમાં દરેક સવાલ ઓબ્જેક્ટિવ હોય છે.

50 ટકા સ્કોર સાથે ગ્રેજ્યુએટ થવું જરૂરી
CATમાં અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએટ થવું જરૂરી છે. કોઈ પણ વિષયમાં ઓછામાં ઓછા 50 ટકા સ્કોર સાથે ગ્રેજ્યુએશન પૂરું કરનારા લોકો જ અરજી કરી શકે છે.

અહિ અરજી કરો
CATની પરીક્ષામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધારે માહિતી CATની ઓફિશિયલ વેબસાઈટ iimcat.ac.in પરથી મેળવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...