હાલની દરેક કાર મોડલમાં ફ્રંટ સીટ પર ફરજીયાતપણે ડ્યુલ એરબેગ લગાવવાનો નિયમ 4 મહિના સુધી ટળ્યો છે. હાલ માટે જૂનાં મોડલમાં ડ્રાઈવર સીટ પર જ એરબેગ અનિવાર્ય છે. જો કે, વ્હીકલ મેન્યુફેક્ચર સંગઠન સિયમે સમય વધારવાની માગ કરી હતી. સરકારે હવે અનિવાર્યતાને 31 ડિસેમ્બર સુધી ટાળી દીધી છે. જો કે, નવી કારમાં નિયમો પહેલાં જેવા જ રહેશે. 1 એપ્રિલથી નવી કારમાં ફ્રંટ સીટ પેસેન્જર માટે ફરજીયાત એરબેગનો નિયમ લાગુ છે.
નવી કારમાં એરબેગ કમ્પલસરી
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની નવી કારમાં એરબેગ મેંડેટરી કર્યા પછી કાર મેન્યુફેક્ચરર કંપનીઓએ દરેક કારમાં ડ્રાઈવર અને ફ્રંટ સીટ પેસેન્જર માટે એરબેગ આપવાનું શરુ કર્યું છે.
એરબેગથી કેવી સુરક્ષા મળે છે?
એરબેગ કોટનની હોય છે. તેમાં સિલિકોન કોટિંગ પણ હોય છે. અંદર સોડિયમ એઝાઈડ ગેસ ભરેલો હોય છે. એરબેગ બે પ્રકારની હોય છે. ISRS સિસ્ટમવાળી છત્રીની જેમ ખુલે છે અને વધારે જગ્યા કવર કરે છે.
વાહનોમાં એરબેગ કેમ જરૂરી?
ભારતમાં દુનિયાભરનાં 1% વાહનો છે, પરંતુ અકસ્માતમાં થનારા મોતમાં ભારતનો ભાગ 13% છે. આથી એરબેગ ફરજીયાત કરવાની માગ ચાલુ છે.
એરબેગ કેવી રીતે કામ કરે છે?
સામેના વાહન સાથે અથડાયા પછી એક સેકન્ડથી પણ ઓછા સમયમાં એરબેગ ખૂલીને પેસેન્જરના માથા અને છાતીને રક્ષણ આપે છે. તેનાથી બોડી ડેશબોર્ડ સાથે અથડાતા બચી જાય છે. એરબેગ માટે સીટ બેલ્ટ ફરજીયા હોય છે. જો સીટ બેલ્ટ ના પહેર્યો હોય તો એરબેગથી જ નુકસાન થાય છે. ડોકનું હાડકું તૂટવાની સાથે ચહેરા પર પણ ઈજા થવાની શક્યતા રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.