• Gujarati News
  • Utility
  • Capital Gains Are Also Taxable, If You Try 4 Methods Including Harvesting And Setoff, You Will Avoid Paying Tax.

સુવિધા:કેપિટલ ગેન પર પણ ટેક્સ લાગે છે, હાર્વેસ્ટિંગ અને સેટઓફ સહિત 4 પદ્ધતિઓ અજમાવશો તો ટેક્સ ભરવામાંથી બચી જવાશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કરદાતાઓને 31મી ડિસેમ્બર, 2021 પહેલા પોતાનું ITR રિટર્ન ફાઇલ કરવાનું હતું. જો કે, આ તારીખ પછી પણ જે તે વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે છે. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ITR ફાઇલ કરવા માટે નિર્ધારિત તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ 31 ડિસેમ્બર, 2021 સુધી ITR ફાઇલ ન કરે તો તે દંડ ભરીને રિટર્ન ફાઈલ કરી શકે છે. જો કે, કેપિટલ ગેન પર પણ ટેક્સ ભરવો પડે છે.

કરદાતા તરીકે તમારે કેપિટલ ગેન ટેક્સ કેવી રીતે બચાવવો એ વિશે વિચારવું જ જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ પર લાોન્ગ ટર્મ કેપિટલ ગેન પર ટેક્સ લાગે છે. તેથી, તે જાણવું પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે કેપિટલ ગેન ટેક્સ કેવી રીતે ઘટાડી શકાય. તો ચાલો ક્લિયર ટેક્સના CEO અર્ચિત ગુપ્તા પાસેથી આ વિશે જાણીએ...
1. હાર્વેસ્ટિંગ
લણણીનો અર્થ થાય છે જ્યારે પાક પાકે ત્યારે તેની કાપી લેવો. આ પદ્ધતિનો ઉપયોગ તમારા નફાને ડિસ્કાઉન્ટની મર્યાદા હેઠળ રાખવા માટે કરી શકાય છે. જો નફો લોન્ગ ટર્મ કેપિટલ ગેનના 1 લાખ રૂપિયાની મર્યાદામાં હોય તો જ તમારા કેટલાક રોકાણો વેચો. ધ્યાનમાં રાખો કે, કેટલાક રોકાણો (જેમ કે, મ્યુચ્યુઅલ ફંડ)માં એક્ઝિટ લોડ લાગુ થાય છે. તેથી, તમારે રિડમ્પશન પહેલાં તમારી કુલ આવક પર તેની અસરનું મૂલ્યાંકન કરવું જોઈએ.

2. નુકસાન સેટઓફ કરો
જ્યારે આપણે શેરમાર્કેટમાં રોકાણ કરીએ ત્યારે આપણને નુકસાન પણ થાય છે. આ નુકસાનને પણ એ જ નાણાકીય વર્ષના કેપિટલ ગેનમાં સેટઓફ કરી દો. એટલે કે તે નુકસાનને નફા સાથે સેટ કરી દો. કોઇપણ બચેલું નુકસાન 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકાય છે.

3. ગ્રાન્ડફાધરિંગ ક્લોઝ
વર્ષ 2018માં સરકારે ઇક્વિટીના વેચાણથી થયેલા 1 લાખ રૂપિયા કરતાં વધુ નફા પર 10% લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાદ્યો હતો. ટેક્સના અમલ પહેલા થયેલા નફાને બચાવવા માટે ગ્રાન્ડફાધરિંગ કલમ દાખલ કરવામાં આવી હતી. જો તમે 1 ફેબ્રુઆરી, 2018 પહેલાં ઈક્વિટીમાં રોકાણ કર્યું હોય તો તમે ઈન્કમ ટેક્સ એક્ટની ગ્રાન્ડફાધરિંગ કલમનો લાભ લઈ શકો છો. એટલે ફક્ત 31 જાન્યુઆરી, 2018થી તમારા રિડમ્પશનની તારીખ સુધીનો કમાવેલો નફો કરપાત્ર રહેશે.

4. કેપિટલ ગેન પર છૂટનો દાવો
આવકવેરા કાયદો કરદાતાને કેપિટલ ગેન પર છૂટ આપવાનો દાવો કરવાની મંજૂરી આપે છે. કલમ 54EC હેઠળ કરદાતાઓ જમીન અથવા મકાન જેવી સ્થાવર મિલકતમાં રોકાણથી થતા લોન્ગ ટર્મ કેપિટલ ગેનમાંથી છૂટનો દાવો કરવા માટે કેપિટલ ગેન બોન્ડમાં રોકાણ કરી શકે છે. જો કે, આ બોન્ડનો લોકઇન પિરિયડ 5 વર્ષનો હોય છે અને લગભગ 5% વ્યાજ દર આપે છે. તેથી, રોકાણકારે મૂલ્યાંકન કરવું જોઈએ કે આવા ઓછા રિટર્નવાળા લાંબાગાળાના ઇન્વેસ્ટમેન્ટ તેમના માટે યોગ્ય છે કે નહીં.

અન્ય સમાચારો પણ છે...