• Gujarati News
  • Utility
  • Candidates Will Be Able To Apply Till August 20 After Opening The Registration And Correction Window To The National Board Of Examinations.

NEET-PG 2021:નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને રજિસ્ટ્રેશન અને કરેક્શન વિન્ડો ઓપન કરી, ઉમેદવારો 20 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE)એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ ફોર પોસ્ટગ્રેજ્યુએટ (NEET-PG) માટે એપ્લિકેશન વિન્ડો ઓપન કરી દીધી છે. એવા ઉમેદવારો જે પરીક્ષા માટે અરજી નથી કરી શક્યા તેઓ nbe.edu.in દ્વારા એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે. તે ઉપરાંત પહેલાથી ફોર્મ ભરી ચૂકેલા ઉમેદવારો ફોર્મમાં કરેક્શન કરી શકશે. રજિસ્ટ્રેશન અને કરેક્શન વિન્ડો 20 ઓગસ્ટ સુધી ઓપન રહેશે.

20 ઓગસ્ટ સુધી વિન્ડો ઓપન રહેશે
હકીકતમાં તાજેતરમાં સરકારે ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ તમામ મેડિકલ સીટો માટે OBC અને EWS ક્વોટા વધારવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં જે ઉમેદવારો પહેલાથી જ NEET PG 2021 માટે અરજી કરી ચૂક્યા છે, તેઓ આ વિન્ડો દ્વારા પોતાની કેટેગરી સ્ટેટસને એડિટ કરી શકે છે. તે સિવાય જેમણે હજી સુધી પરીક્ષા માટે અરજી નથી કરી તેઓ 16થી 20 ઓગસ્ટ સુધી ફોર્મ સબમિટ કરી શકે છે.

11 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા યોજાશે
આ પરીક્ષા માટે 30 સપ્ટેમ્બર અથવા તે પહેલા ઇન્ટર્નશિપ પૂરી કરનારા ઉમેદવારો અરજી કરી શકે છે. આ વર્ષે આ પરીક્ષા 11 સપ્ટેમ્બરના રોજ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં યોજાશે. પહેલા તે 18 એપ્રિલના રોજ યોજાવાની હતી, પરંતુ કોરોનાના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. NEET PG પરીક્ષા દર વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિસમાં એડમિશન માટે લેવામાં આવે છે.

આ રીતે અપ્લાય કરો

  • સૌથી પહેલા NBEની ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પર જવું.
  • અહીં 'NEET PG 2021' પર જવું અને નવા રજિસ્ટ્રેશન પર ક્લિક કરો.
  • યુઝર્સ/લોગિન ID અને પાસવર્ડ પ્રાપ્ત કરવા માટે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું.
  • હવે લોનિગ કરીને એપ્લિકેશન ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • તમારી ટેસ્ટ સિટી પસંદ કરો અને એપ્લિકેશન ફી સબમિટ કરો.

આ રીતે ફોર્મમાં કરેક્શન કરો

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પર જવું.
  • અહીં NEET PG 2021 અરજી ફોર્મ ટેબ પર ક્લિક કરો.
  • બીજી વિન્ડો પર, તમારા ક્રેન્ડેશિયલની મદદથી લોગિન કરો.
  • જરૂરી ફેરફાર કરીને એપ્લિકેશન ફોર્મ સબમિટ કરી દો.
  • તમારા એપ્લિકેશન ફોર્મને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરીને કાઢી લો.