સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની તરફથી યોજાનારી સેન્ટ્રલ ટીચર એલિજિબિલીટી ટેસ્ટ (CTET) 2021નું આયોજન 31 જાન્યુઆરીએ કરવામાં આવશે. CBSEએ પરીક્ષાના એડમિટ કાર્ડ પહેલાથી જ જાહેર કરી દીધા છે. આ વખતે બોર્ડે મહામારીને ધ્યાન રાખતા તમામ ઉમેદવારોને તેમની પહેલી પસંદગીના એક્ઝામ સેન્ટર આપવાનો પ્રયાસ કર્યો છે.
એડમિટ કાર્ડની સાથે જ બોર્ડે પરીક્ષા માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. ઉમેદવારોએ આ સૂચનાઓનું કડક પાલન કરવું પડશે.
આ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે
31 જાન્યુઆરીએ પરીક્ષા લેવાશે
પરીક્ષામાં સામેલ થનાર ઉમેદવારો બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ctet.nic.in દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પેપર 1 અને પેપર 2માં 150 માર્ક્સના 150 સવાલ હશે. પહેલા આ પરીક્ષા જુલાઈ 2020માં યોજાવાની હતી, પરંતુ કોરોનાના કારણે તેને સ્થગિત કરવામાં આવી. ત્યારબાદ હવે પરીક્ષા રવિવારે 31 જાન્યુઆરીએ લેવામાં આવશે. પરીક્ષા સંબંધિત વધુ જાણકારી માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.