તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેન્ટ્રલ રેલવેના રેલવે રિક્રૂટમેન્ટ સેલ (RRCCR) એ કુલ 2,532 પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો રેલવે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ rrccr.com પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.
એપ્લિકેશન પ્રોસેસ 5 માર્ચ સુધી ચાલુ રહેશે
આ પોસ્ટ્સ માટેની એપ્લિકેશન પ્રોસેસ આજથી એટલે કે 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે, જે 5 માર્ચ સુધી ચાલશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ દ્વારા મુંબઇ, પૂણે, નાગપુર, સોલાપુર જેવા શહેરોના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
એલિજિબિલિટી
આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10 + 2 પેટર્નમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું ફરજિયાત છે. આ ઉપરાંત, ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં નેશનલ કાઉન્સિલ ફોર વોટેકશનલ ટ્રેનિંગ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલું ITI ડિપ્લોમા હોવું પણ જરૂરી છે.
વય મર્યાદા
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 15થી 24 વર્ષ નક્કી કરવામાં આવી છે.
સિલેક્શન પ્રોસેસ
આ પોસ્ટ્સ પર ઉમેદવારોનું સિલેક્શન કોઈપણ પરીક્ષા લીધા વિના 10મા ધોરણ અને ITI ડિપ્લોમામાં આવેલા માર્ક્સને આધારે કરવામાં આવશે.
મહત્ત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ - 06 ફેબ્રુઆરી
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ - 05 માર્ચ
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.