તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Candidates For B.Arch And B.Planning Will Not Get The Opportunity To Appear For The Examination Four Times, Only In Two Sessions In The Months Of February And May.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JEE મેઈન 2021:B.Arch અને B.Planningના ઉમેદવારોને ચાર વખત પરીક્ષાની તક નહીં મળે, ફેબ્રુઆરી અને મે મહિનામાં માત્ર બે સેશનમાં પરીક્ષા લેવામાં આવશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે યોજાનારી JEE મેઈન 2021 આગામી વર્ષથી ચાર સેશનમાં લેવામાં આવશે. જો કે, આ સુવિધા તમામ વિદ્યાર્થીઓ માટે નથી. આ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ JEE મેઈન 2021 લઈને ફીક્વેન્ટ્લી આસ્ક્ડ ક્વેશ્ચચન (FAQ) જારી કર્યા છે. NTAએ વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપતા જાણકારી આપી કે એક વર્ષમાં યોજાનારી JEE મેઈનના ચાર સેશનમાં કોણ સામેલ થઈ શકે છે અને કોણ નહીં.

BE- BTech માટે ચાર વખત પરીક્ષા હશે
NTAની તરફથી જારી FAQના અનુસાર, JEE મેઈનના ચાર સેશનમાં સામેલ થવાની સુવિધા માત્ર તે વિદ્યાર્થીઓને આપવામાં આવશે જે બેચરલ ઓફ એન્જિનિયરિંગ (BE) અથવા બેચલર ઓફ ટેક્નોલોજી (BTech) માટે એન્ટ્રસ એક્ઝામ આપશે. એવા વિદ્યાર્થીઓ જે બેચરલ ઓફ આર્કિટેક્ચર (BArch) અથવા બેચરલ ઓફ પ્લાનિંગ (BPlanning)ની એન્ટ્રસ એક્ઝામ આપશે, તેમને માત્ર બે તક આપવામાં આવશે.

B.Arch અને B.Planning માટે બે સેશનમાં પરીક્ષા થશે
એજન્સીએ એ પણ જણાવ્યું કે, JEE મેઈન BE અને BTech માટે ફેબ્રુઆરી, માર્ચ એપ્રિલ અને મે મહિનામાં યોજાનારી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ ચાર સેશનમાં સામેલ થઈ શકે છે. જો કે B.Arch અને B.Planning માટે ફેબ્રુઆરી અને મે મહિનામાં માત્ર બે સેશનમાં પરીક્ષા થશે. તેના માટે અરજી કરવાની તક વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત આપવામાં આવશે.

JEE મેઈન 2021ની પરીક્ષા પેટર્નમાં ફેરફાર
BE અને BTechમાં એડમિશન માટે 23થી 26 ફેબ્રુઆરી 15થી 18 માર્ચ, 27થી 30 એપ્રિલ અને 24થી 28 મેના રોજ પરીક્ષા લેવામાં આવશે. FAQમાં NTAએ એમ પણ જણાવ્યું કે, JEE (મેઈન) 2021ના અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. જો કે, અલગ અલગ બોર્ડ દ્વારા પોતાનો સિલેબસ ઓછો કરવાના કારણે પરીક્ષા પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ઉમેદવારોને ઉપબલ્ધ 90 સવાલોમાંથી માત્ર 75 અટેમ્પ્ટ કરવા પડશે. તે ઉપરાંત 15 ઓપ્શનલ સવાલ પણ હશે, જેમાં કોઈ નેગેટિવ માર્કિંગ નહીં હોય.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો