તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Candidates Can Now Apply Till September 23 For The Entrance Exam For Admission In IIM

CAT 2020 અપડેટ:IIMમાં એડમિશન માટે લેવાતી એન્ટ્રન્સ એક્ઝામ માટે અરજી કરવાની તારીખ લંબાવાઈ, હવે ઉમેદવારો 23 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે

10 મહિનો પહેલા

દેશભરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં એડમિશન માટે લેવાતી કોમન એડમિશન ટેસ્ટ (CAT) માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધારી દેવામાં આવી છે. હવે ઉમેદવારો 23 સપ્ટેમ્બર સુધી આ પરીક્ષા માટે અરજી કરી શકશે. અગાઉ અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર હતી.

29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવશે
CATની પરીક્ષા 29 નવેમ્બર, 2020ના રોજ લેવામાં આવશે. પરીક્ષાનું એડમિટ કાર્ડ એક મહિના પહેલા જ એટલે કે 28 ઓક્ટોબરના રોજ મળી જશે. 180 મિનિટના પેપરમાં કુલ 3 સેક્શન હશે.

1. વર્બલ એબિલિટી એન્ડ રિડિંગ કોમ્પ્રિહેન્શન

2. ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ લોજિકલ રિજનિંગ

3. ક્વોન્ટિટેટિવ એબિલિટી

અહીં અપ્લાય કરો
CATની ઓફિશિયલ વેબસાઇટ https://iimcat.ac.in/ પર વિઝિટ કરીને અરજી કરી શકાય છે. અરજી કરતાં પહેલાં ઉમેદવારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ એક યુઝર ID અને પાસવર્ડ જનરેટ થશે. તેના દ્વારા ઉમેદવારો અરજી કરી શકે છે.

CATમાં રજિસ્ટ્રેશન કરાવવા અહીં ક્લિક કરો.

અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...