• Gujarati News
  • Utility
  • Canara Bank Has Announced Recruitment For Various Posts, Candidates Will Be Able To Apply Till May 20

સરકારી નોકરી:કેનેરા બેંકે વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, ઉમેદવારો 20 મે સુધી અરજી કરી શકશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેનેરા બેંકે ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, જુનિયર ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ઓફલાઈન અરજી 20 મે 2022 સુધી કરી શકાશે. નોટિસના અનુસાર, કેનેરા બેંકમાં ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, જુનિયર ઓફિસરની જગ્યાઓ માટે કુલ 12 જગ્યાઓ ખાલી છે.

પોસ્ટની સંખ્યાઃ 12

વેકેન્સી ડિટેલ

પદનું નામપદોની સંખ્યા
ડેપ્યુટી મેનેજર2
આસિસ્ટન્ટ મેનેજર, આઈટી નેટવર્ક એડમિનિસ્ટ્રેટર2
આસિસ્ટન્ટ મેનેજર બેક ઓફિસ1
જૂનિયર ઓફિસર2
ડેપ્યુટી મેનેજર2
આસિસ્ટન્ટ મેનેજર-આઈટી નેટવર્ક એડમિનિસ્ટ્રેટર1

લાયકાત

  • ડેપ્યુટી મેનેજર - કોઈપણ ડિસિપ્લિનમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન
  • આસિસ્ટન્ટ મેનેજર - આઈટી નેટવર્ક એડમિનિસ્ટ્રેટર - ઓછામાં ઓછા 50% માર્ક્સની સાથે કમ્પ્યુટર સાયન્સમાં BE અથવા B Tech
  • ડેપ્યુટી મેનેજર બેક ઓફિસ - ઓછામાં ઓછા 45% માર્ક્સની સાથે કોઈપણ ડિસિપ્લિનમાં ગ્રેજ્યુએશન.
  • જૂનિયર ઓફિસર - કોઈપણ ડિસિપ્લિનમાં ઓછામાં ઓછા 50% માર્ક્સની સાથે ગ્રેજ્યુએશન.

વય મર્યાદા

  • જૂનિયર ઓફિસર- 22થી 28 વર્ષ
  • અન્ય પદ- 22થી 30 વર્ષ

સિલેક્શન ક્રાઈટેરિયા
કેનેરા બેંકમાં ઉમેદવારોનું સિલેક્શન ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી
કેનેરા બેંક ભરતી 2022 માટે અરજી પોસ્ટ દ્વારા કરવી. ઉમેદવારોને અરજી ફોર્મ રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ કરવાની રહેશે. અરજી ફોર્મ મોકલવાનું સરનામું- જનરલ મેનેજર, એચઆર ડિપાર્ટમેન્ટ, કેનેરા બેંક સિક્યોરિટીઝ લિમિટેડ, 7મો માળ, મેકર ચેમ્બર III નરીમન પોઈન્ટ, મુંબઈ- 400021