તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Canara Bank Decides To Keep MCLR At 6.90% On Loans, Earlier The Bank Had Raised Interest Rates On FDs.

ગ્રાહકો માટે રાહત:કેનેરા બેંકે લોન પર MCLR 6.90% રાખવાનું નક્કી કર્યું, અગાઉ બેંકે FD પર વ્યાજ દરમાં વધારો કર્યો હતો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેપો લિંક્ડ લેંડિંગ રેટ (RLLR) પણ 6.90% રહેશે

જાહેર ક્ષેત્રની કેનેરા બેંકે લોન પર તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેડિંગ રેટ્સ MCLR સમાન રાખવાનો નિર્ણય કર્યો છે. તે વિવિધ સમયગાળા માટે 7 ડિસેમ્બરથી લાગુ થઈ ગયા છે. તેમાં રેપો લિંક્ડ લેંડિંગ રેટ (RLLR) પણ 6.90% રહેશે.

વિવિધ સમયગાળા માટે 7 ડિસેમ્બરથી અમલમાં આવેલા MCLR

અવધિવ્યાજ દર
એક દિવસ6.80%
એક મહિનો6.80%
ત્રણ મહિના6.95%
છ મહિના7.30%
એક વર્ષ7.35%

MCLR શું હોય છે?
અગાઉ કોમર્શિયલ બેંકો વિવિધ લોનના વ્યાજ દર બેઝ રેટના આધારે નક્કી કરતી હતી. હવે બેઝ રેટની જગ્યા MCLRએ લઈ લીધી છે. RBIએ તેને 1 એપ્રિલ 2016થી લાગુ કરી હતી. MCLR ન્યૂનતમ લોન રેટ હોય છે. બેંકોને તેનાથી ઓછા રેટે લોન આપવાની મંજૂરી નથી. ખાસ કિસ્સામાં RBI તેનાથી ઓછા દરે લોન આપવાની મંજૂરી આપી શકે છે.

ડિપોઝિટ રેટ વધારવાનો નિર્ણય કર્યો હતો
અગાઉ બેંકે 2-10 વર્ષના સમયગાળા માટે 2 કરોડ રૂપિયાથી ઓછી રિટેલ ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. તે 27 નવેમ્બરથી લાગુ થઈ ગયા છે. ત્યારબાદ 2 વર્ષના સમયગાળાની 3 વર્ષથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર સામાન્ય લોકો માટે 5.40% અને વરિષ્ઠ નાગરિકો માટે 5.90% વ્યાજ દર રાખવામાં આવ્યા. તે ઉપરાંત 3 વર્ષથી વધારે પરંતુ 10 વર્ષથી ઓછી અવધિ માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર સામાન્ય લોકો માટે 5.50% અને વરિષ્ઠ નાગરિકો માટે 6% વ્યાજ દર રાખવામાં આવ્યા છે.

બીજા ક્વાર્ટરમાં બેંકનો નફો
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં બેંકનો નફો 364.92 કરોડ રૂપિયા હતો, જે ગત વર્ષે સમાન ક્વાર્ટરમાં પણ સમાન હતો. બેંકની ટોટલ ઈન્કમ (સ્ટેન્ડલોન) 20,836.71 કરોડ રૂપિયા રહી. જે ગત વર્ષે 14,561.73 કરોડ રૂપિયા હતી.