કેનેરા બેંકે માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ (MCLR) આધારિત લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. વ્યાજના દરમાં મહત્તમ 15 બેઝિસ પોઇન્ટ (BPS) સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટ લિંક્ડ લેન્ડિંગ રેટ એટલે કે RLLR માત્ર 6.90% રાખવામાં આવ્યો છે. આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. નવા વ્યાજ દર 7 નવેમ્બરથી અમલમાં આવ્યા છે.
કેટલો ઘટાડો થયો?
એક દિવસ અને એક મહિનાની લોન પરના વ્યાજ દર 0.15%થી ઘટીને 6.80% પર આવી ગયા છે, જ્યારે 3 મહિનાના સમયગાળા પર લોન 7.10%થી ઘટીને 6.95% થઈ ગઈ છે. 6 મહિના અને એક વર્ષની લોન પરના વ્યાજ દરમાં 0.05% ઘટાડો થયો છે. 1 વર્ષની લોન પરના નવા દર હવે 7.40% થી ઘટીને 7.35% થઈ ગયા છે. તે જ રીતે, 6 મહિનાના સમયગાળા માટે લોન પરનો દર ઘટીને 7.30% કરવામાં આવ્યો છે.
ઇન્ડિયન ઓવરસીઝ અને કોટક મહિન્દ્રા બેંકે પણ ઘટાડો કર્યો
આ પહેલા ગુરુવારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પણ MCLR 0.05%થી 0.50% સુધીનો ઘટાડો કર્યો હતો. ઇન્ડિયન ઓવરસીઝ બેંકના નવા દરો 10 નવેમ્બરથી લાગુ થઈ ગયા છે. કોટક મહિન્દ્રા બેંકે હોમ લોનના વ્યાજ દરમાં 15 બેઝિક પોઇન્ટ ઘટાડ્યા છે. આ સાથે હવે બેંક વાર્ષિક 6.75%ના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. અગાઉ, બેંક ઓફ બરોડાએ પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.
PNBની નવી ઓફર
પંજાબ નેશનલ બેંક (PNB) તેના ગ્રાહકો માટે ફેસ્ટિવ બોનાન્ઝા ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ, બેંક હોમ લોન પર તમામ પ્રકારના અપફ્રંટ, પ્રોસેસિંગ ચાર્જ અને ડોક્યૂમેન્ટ ચાર્જ નહીં લે. ગ્રાહક આ ઓફરનો ફાયદો PNBની બ્રાંચિંઝ અથવા ડિજિટલ ચેનલ દ્વારા 31 ડિસેમ્બર 2020 સુધી લઈ શકે છે. બેંક અત્યારેમાં વાર્ષિક 7.10%થી 7.90% પર હોમ લોન આપી રહી છે.
SBIની ઓફર
ભારતીય સ્ટેટ બેંક (SBI)એ હોમ લોન પરની પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી છે. પરંતુ આ માટે ગ્રાહકોએ બેંકની એપ્લિકેશન YONO દ્વારા અરજી કરવાની રહેશે. SBIએ જણાવ્યું કે, જેનો સિબિલ સ્કોર સારો હશે એ ગ્રાહકોને 10 BPS અથવા 0.10%ના વ્યાજમાં સ્પેશિયલ છૂટ મળશે. જો કે, તે લોનની રકમ પર પણ નિર્ભર રહેશે. SBI વાર્ષિક 6.95%થી 7.95%ના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.
HDFC બેંક 'ફેસ્ટિવ ટ્રીટ્સ' ઓફર
HDFC બેંકે તેના ગ્રાહકો માટે 'ફેસ્ટિવ ટ્રીટ્સ 2.0' લોન્ચ કરી છે. આ અંતર્ગત ગ્રાહકોને પ્રોસેસિંગ ફી અને લોન પર EMIમાં છૂટ સાથે ગ્રાહકોને કેશબેક, ગિફ્ટ વાઉચર અને અન્ય ઘણા ફાયદા પણ મળશે. બેંક બેંક વાર્ષિક 6.95%થી 7.65%ના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.
ICICI બેંક ફેસ્ટિવ બોનાન્ઝા ઓફર
ICICI બેંકે 'ફેસ્ટિવ બોનાન્ઝા' લોન્ચ કર્યું છે, જેમાં અનેક ઓફર્સ મળી રહી છે. આ અંતર્ગત, વ્યાજના દર 6.90%થી શરૂ થાય છે અને પ્રોસેસિંગ ફી 3,000 રૂપિયાથી શરૂ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.