તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Can The Virus Particles Be Spread In The Air By Rinsing Or Inhaling Corona Infections? Know The Facts Of This Claim

સ્ટીમ અને કોગળાની આડઅસર!:કોરોના સંક્રમિતમાં કોગળા કરવાથી અથવા સ્ટીમ લેવાથી વાયરસના પાર્ટિકલ હવામાં ફેલાઈ શકે છે? જાણો આ દાવાની હકીકત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બીજી લહેરે સામાન્ય વ્યક્તિ સહિત પ્રશાસનના નાકમાં દમ લાવી દીધો છે. વાયરસ સંક્રમણના કેસોની સાથે મૃત્યુદરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સોશિયલ મીડિયા પર સ્ટીમ લેવા અને કોગળા કરવાને લઈને એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ડૉ. તુષાર શાહનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોના અનુસાર, જ્યારે કોરોના સંક્રમિત કોગળા કરે છે અથવા સ્ટીમ લે છે, તો તે હવામાં વાયરસના પાર્ટિકલ છોડે છે.

ડૉ. તુષાર શાહના જણાવ્યા અનુસાર, આ પાર્ટિકલ ઘણા મીટર સુધી જઈ શકે છે અને હવામાં ઘણા કલાકો સુધી જીવંત રહી શકે છે. ઈન્ડોર અને પરિવારના બીજા લોકોમાં કોરોનાવાયરસ ફેલાવવાનું આ સૌથી મોટું કારણ છે.

સ્ટીમ લેવાથી હવામાં રિલીઝ નથી થતા વાયરસના કોઈ પાર્ટિકલ
જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર કે શનમુગમે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કોરોનાવાયરસથી સંક્રમિત વ્યક્તિના કોગળા કરવા અથવા સ્ટીમ લેવાથી હવામાં વાયરસ પાર્ટિકલ રિલીઝ નથી થતા. જરૂરી છે કે સંક્રમિત વ્યક્તિ આઈસોલેટ રહે અને પોતાના પરિવારના લોકોની સાથે અંતર રાખે.

ઉધરસ અથવા છીંકના ડ્રોપલેટની સાથે વાયરસ આવે છે
ઉધરસ અથવા છીંકના ડ્રોપલેટની સાથે વાયરસ નીકળે છે અને સંક્રમણ ફેલાય છે. મોટા ડ્રોપલેટ સેકન્ડથી મિનિટ સુધી હવામાંથી બહાર જતા રહે છે, પરંતુ નાના ટ્રોપલેટ અને એરોસોલ મિનિટથી કલાક સુધી હવામાં રહી શકે છે. એરોસોલ અને ડ્રોપલેટ્સ કોરોનાવાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ છે.

કોરોનાથી સંક્રમિત વ્યક્તિના ડ્રોપલેટ્સ હવામાં બે મીટર સુધી જઈ શકે છે, જ્યારે એરોસોલ એ ડ્રોપલેટ્સને 10 મીટર સુધી આગળ વધારી શકે છે અને સંક્રમણનું જોખમ પેદા કરી શકે છે, એટલે સુધી કે એક સંક્રમિત વ્યક્તિ જેમાં કોઈ લક્ષણો નથી તે 'વાઈરલ લોડ' બનાવવા માટે પૂરતા ડ્રોપલેટ્સ છોડી શકે છે, જે ઘણા લોકોને સંક્રમિત કરી શકે છે.

સ્ટીમ લેવી અને કોગળા કરવા એ કોરોનાની સારવાર નથી
ફોર્ટિસ હોસ્પિટલમાં પલ્મોનોલોજીના ડાયરેક્ટર ડૉક્ટર વિકાસ મૌર્યાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં સ્ટીમ અને કોગળા કરવાથી વાયરસ ફેલાવાની વાતને સંપૂર્ણ રીતે નકારી કાઢી છે.

ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ગળાની બળતરા અને નાક બંધ થઈ જવાના કિસ્સામાં સ્ટીમ અને કોગળા મદદ કરે છે, પરંતુ એ કોરોનાની સારવાર નથી. લીમડો, આદુ અને તુલસી નાખીને પણ સ્ટીમ લેવી કોરોનાની સારવાર નથી. આ ઉપાય કરીને કોરોના સંક્રમિતને આરામ મળી શકે છે, પરંતુ સારવાર માટે ડૉક્ટરની સલાહ જરૂરથી લો.

CDC અને WHO પણ સ્ટીમ થેરપીથી કોરોના સારવારની પુષ્ટિ નથી કરતા
કેટલાક લોકો એ સલાહ પણ આપી રહ્યા છે કે તમે 15થી 20 મિનિટ સુધી અથવા તમે જ્યાં સુધી લઈ શકો છો, ત્યાં સુધી સ્ટીમ લો, પરંતુ ન તો CDC અને ન તો WHO એ આ વાતની પુષ્ટિ કરે છે કે સ્ટીમ થેરપી કોરોનાવાયરસની સારવાર છે. CDCના જણાવ્યા પ્રમાણે, કોરોનાના સમયે સ્ટીમ લેવી એ જોખમી હોઈ શકે છે.

CDCના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધી એવા કોઈ પુરાવા નથી મળ્યા જેના આધારે એવું કહી શકાય કે, સ્ટીમ લેવાના ઉપાયથી કોરોનાને નષ્ટ કરી શકાય છે. CDCના અનુસાર, સ્ટીમ લેવાને કારણે વ્યક્તિ દાઝી શકે છે અથવા કોઈપણ પ્રકારની ઈજા થઈ શકે છે.

વધારે સ્ટીમ લેવી એ ફેફસાં અને એરવે માટે જોખમી હોઈ શકે છે
ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીમાં બાયોલોજી ડિપાર્ટમેન્ટના ડૉ. બેન્જામિન નીમનના જણાવ્યા પ્રમાણે, ફેફસાં નાજુક હોય છે અને સ્ટીમ લેવાથી ફેફસાં અને એરવેને નુકસાન પહોંચી શકે છે, તેથી સ્ટીમ લેતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.

ડૉક્ટર એક દિવસમાં જેટલી વખત અને જેટલા સમય સુધી સ્ટીમ લેવાની સલાહ આપે, એટલા સમય સુધી જ સ્ટીમ લો.