• Gujarati News
 • Utility
 • Can Kidney Donation Cause Any Problems In Pregnancy? Take Special Care Of These Things During Transplant

અંગદાનમાં પુરુષો કરતાં મહિલાઓ આગળ:શું કિડની ડોનેશનનાં કારણે પ્રેગ્નન્સીમાં કોઈ તકલીફ આવી શકે? ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન આ બાબતોની વિશેષ સાવચેતી રાખવી

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

લાલૂ પ્રસાદ યાદવ કિડનીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગયા મહિને તે સિંગાપુર પોતાની પુત્રી રોહિણી આચાર્ય પાસે ગયા હતા. ત્યાંનાં ડૉક્ટર્સે તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. જે પછી રોહિણીએ પોતાના પિતાને કિડની આપવાનો નિર્ણય લીધો હતો. લાલૂ આ મહિને ફરી સિંગાપુર જાય તેવી સંભાવના છે જેથી, કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે.

કિડની ટ્રાન્સપ્લાન્ટને લઈને અનેક પ્રકારનાં મિથ છે. આજે કામના સમાચારમાં આ વિશે આપણે ચર્ચા કરીશું. સાથે જ એ પણ જાણીશું કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કેમ કરાવવું પડે છે? કિડનીનું આપણા શરીરમાં શું કામ છે?

આજનાં આપણા એક્સપર્ટ છે- ડૉ. ડી. એસ રાણા, નેફ્રોલોજિસ્ટ, સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી અને ડૉ. આયુષ પાંડે તથા ડૉ. પ્રિયદર્શની રંજન, કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન

પ્રશ્ન-1 કિડનીનું કામ શું છે?
જવાબ- શાળાનાં દિવસોથી આપણે બે વાત જાણીએ છીએ કે, વ્યક્તિના શરીરમાં બે કિડની હોય છે. બીજી વાત એ છે કે, એક ખરાબ થઈ જાય તો પણ એક કિડની પર વ્યક્તિ જીવી શકે છે. સાયન્સ મુજબ સમજીએ તો કિડની બીનનાં આકારવાળું ઓર્ગન છે. તે કરોડરજ્જુની બંને બાજુએ આંતરડાની નીચે અને પેટની પાછળની બાજુએ હોય છે.

કિડની 4-5 ઈંચની હોય છે. તેનું કામ લોહીની સફાઈ કરવાનું છે, તે કામમાં નેફ્રોન મદદ કરે છે. સરળ રીતે સમજીએ તો તે ચાળણીનું કામ કરે છે. જે પણ કચરો આપણા શરીરની અંદર જમા થાય છે તેને દૂર કરે છે અને હા કિડની ફ્લૂડ અને ઈલેક્ટ્રોલાઈટ્સના લેવલને સંતુલિત રાખે છે.

પ્રશ્ન-2 નેફ્રોન એટલે શું?
જવાબ- જ્યારે કોઈપણ વ્યક્તિનું લોહી કિડનીમાં પહોંચે છે, શરીરમાં કચરો સાફ કરવાનું કામ શરુ થઈ જાય છે. પાણી, મિનરલ અને નમક અડજસ્ટ થવા લાગે છે. કચરો યૂરિનમાં રુપાંતરિત થઈને બહાર નીકળી જાય છે. આ પ્રોસેસ નેફ્રોનની મદદથી થાય છે. દરેક વ્યક્તિની કિડનીમાં લાખો નાના-નાના ફિલ્ટર લાગેલા હોય છે, જેને નેફ્રોન કહેવામાં આવે છે. જો લોહી કિડની સુધી પહોંચતું બંધ થઈ જાય તો કામ કરવાનું બંધ કરી દે છે. તેના કારણે કિડની ફેઈલ પણ થઈ શકે છે.

પ્રશ્ન-3 કિડની ફેઈલ કે ખરાબ થઈ જાય, તો શું થાય?
જવાબ- જો કિડની યોગ્ય રીતે કાર્યરત ન હોય તો શરીરમાં સોડિયમનું પ્રમાણ વધવા લાગે છે અને સોજા ચડી જાય છે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ પર કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે.

પ્રશ્ન- 4 કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે શું?
જવાબ- એક વ્યક્તિનાં શરીરમાંથી કિડની કાઢીને બીજી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રોસેસેને ‘કિડની ટ્રાન્સપ્લાન્ટ’ કહેવામાં આવે છે.

પ્રશ્ન-5 કયા પ્રકારનાં દર્દીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય?
જવાબ- બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ મુજબ...

 • જે દર્દીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કે સર્જરીની અસરને સહન કરવાની ક્ષમતા હોય તે
 • જે દર્દીનું ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થવાની સંભાવના હોય તે
 • જે ટ્રાન્સપ્લાન્ટ પછી તમામ દવાઓ અને ટ્રિટમેન્ટ લેવા માટે તૈયાર હોય

પ્રશ્ન-6 એક વ્યક્તિની કિડની બીજી વ્યક્તિમાં કેવી રીતે ફિટ થઈ શકે?
જવાબ-
કોઈપણ વ્યક્તિનો રંગ-રુપ, દેખાવ ભલે અલગ હોય, તેના શરીરના અંગની સાઈજ એકસરખી જ હોય છે. એટલા માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનનાં સમયે જે ઓર્ગનને તમે ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છો, તે કેટલું હેલ્ધી છે તે જોવામાં આવે છે.

આ 5 કારણોનાં લીધે દર્દીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શકે

 • હૃદયની ગંભીર બીમારી હોય
 • ઉંમર વધારે હોય
 • લિવરની બીમારી
 • કેન્સર હોય
 • માનસિક બીમારી

આ રિસર્ચ પણ વાંચી લો
ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી ચૂકી છે કે, મહિલાઓ પુરુષોની તુલનામાં અંગદાન કરવામાં આગળ હોય છે. નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) મુજબ છેલ્લા 20 વર્ષમાં ભારતમાં અંગદાન કરનાર લોકોમાં 78 થી 80 ટકા મહિલાઓ છે. ફક્ત ભારતમાં જ નહી અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડમાં પણ આ જ હાલ છે. અમેરિકામાં અંગદાન કરનારી મહિલાઓ 60% છે. બીજી તરફ સ્વિટ્ઝરલેન્ડમાં 631 કિડની ટ્રાન્સપ્લાન્ટમાંથી 22 મહિલાઓએ પોતાના પુરુષ સાથીઓને અંગનું દાન કર્યું જ્યારે કુલ પુરુષોની સંખ્યા અંદાજે 8% હતી.

કિડનીનાં દર્દીઓ માટે આશાની નવી કિરણ
બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સંશોધકોએ કિડની ડોનેટ કરનારા લોકોનાં બ્લડગ્રુપમાં ફેરફાર કર્યો હતો. લાંબા સમયથી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા લોકો માટે આ સંશોધનો આશાનું નવું કિરણ છે. આ અંગની અછતને પહોંચી વળવામાં પણ મદદ કરશે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ આ શોધથી ટ્રાન્સપ્લાન્ટ માટે કિડનીનો પુરવઠો ઝડપી થઈ શકે છે. ખાસ કરીને આ લોકો માટે જેમની કિડની મેચ થવાની સંભાવના ઘણી ઓછી હોય.

પ્રશ્ન 7- સારું, તો શું કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 2 વ્યક્તિની કિડની મેચ કરાવવી જરૂરી છે?
જવાબ-
ચોકકસ, તે જરૂરી છે. આ વાત એક ઉદાહરણથી સમજો - ધારો કે, પહેલી વ્યક્તિનું બ્લડગ્રુપ-A છે અને બીજી વ્યક્તિનું બ્લડગ્રુપ-B છે. તો આવી સ્થિતિમાં A બ્લડગ્રુપ ધરાવતી વ્યક્તિ B ધરાવતી વ્યક્તિની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકતી નથી. ન તો B બ્લડગ્રુપ ધરાવતી વ્યક્તિ A બ્લડગ્રુપ ધરાવતી વ્યક્તિને

પ્રશ્ન-8 કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીએ શું કાળજી લેવી જોઈએ?
જવાબ- આ 3-4 વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે:

 • ધૂમ્રપાન બિલકુલ ન કરો.
 • આરોગ્યપ્રદ આહાર લો.
 • જો હાઇટ પ્રમાણે વજન વધારે હોય તો તેને વધુ વધવા ન દો.
 • કોઈપણ પ્રકારના ચેપથી બચવાનો પ્રયાસ કરો.

પ્રશ્ન-9 કિડની ફેઈલ થવાનાં શરૂઆતનાં લક્ષણો વિશે જણાવી શકો?
જવાબ-
શરૂઆતનાં લક્ષણો ઓળખવાં થોડા અઘરા છે. લોકો સામાન્ય રીતે આ ત્રણ લક્ષણો અનુભવે છે...

 • યૂરિન ઓછું આવવું
 • પ્રવાહી જાળવણીને કારણે અંગોમાં સોજો આવવો
 • શ્વાસ લેવામાં તકલીફ પડવી

પ્રશ્ન-10 કિડની ડોનેટ કર્યા પછી પણ મહિલાઓ પ્રેગ્નેન્ટ થઈ શકે છે ?
જવાબ- હા, ચોક્કસ. કિડનીનું દાન કરવાથી તમને ગર્ભધારણ કરવામાં કે બાળકને જન્મ આપવામાં મુશ્કેલી નહીં પડે. કિડનીના દાનથી મહિલાઓ કે પુરુષોને ફર્ટિલિટીની સમસ્યા થતી નથી. જો કે, કિડની ડોનેટ કર્યા બાદ પણ મહિલાઓએ એક વર્ષ રાહ જોવી જોઈએ. તે તમારા શરીરને રિકવર થવા માટે પુષ્કળ સમય આપે છે.

 • કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીનો આ આહાર હોવો જોઈએ
 • વધુ પડતો હળવો, ઓછી ચરબીવાળો, ઓછા મીઠાવાળો ખોરાક લેવો જોઈએ.
 • દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવો.
 • સોડિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ વધારે પ્રમાણમાં ન લેવા જોઈએ.
 • પાલક, લીલા ધાણા, અરબી, બટાકા, શક્કરિયા બિલકુલ ન ખાવા જોઈએ.
 • નોનવેજ, ધોયા વગરનાં ફળો, વાસી ખોરાક અને શાકભાજી પણ ન લેવા જોઈએ.
 • કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીએ ડોક્ટરની સલાહ ત્યારે લેવી જોઈએ જ્યારે...

શરીરમાં કોઈપણ પ્રકારનો ઘા હોય

 • શરીરમાં કોઈ ઈજા થઈ હોય
 • પેશાબની નળીઓ પાસે ચેપ લાગ્યો હોય
 • શ્વાસને લગતી ચેપી સમસ્યાઓ જેમ કે, શરદી અથવા ઉધરસ હોય

હવે જાણો કિડનીની બીમારી પર દેશનાં આંકડા શું કહે છે?

 • દેશમાં 78 લાખ લોકો કિડનીની બીમારીથી પીડાઈ છે.
 • તેના કારણે 2.4 કરોડ લોકો પોતાનો જીવ ગુમાવે છે.
 • દર વર્ષે લાસ્ટ સ્ટેજમાં 1 લાખ લોકોને કિડનીની બીમારી વિશે ખ્યાલ આવે છે
 • 1,200 કિડનીનાં નિષ્ણાતો છે
 • અહીં 1,500 હિમોડાયાલિસિસ કેન્દ્રો છે.
 • અહીં 10,000 ડાયાલિસિસ કેન્દ્રો પણ છે.
 • ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે