• Gujarati News
  • Utility
  • Can Cause Stress, Anxiety And Fatigue, Consult A Doctor If Eye Rolling For More Than Two Weeks

આંખ શા માટે ફરકે છે:તણાવ, એન્ઝાયટી અને થાક કારણ હોઈ શકે છે, બે અઠવાડિયાં કરતાં વધુ સમય સુધી આંખ ફરકતી રહે તો ડોક્ટરનો સંપર્ક કરો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમારી આંખો પણ ફરકે છે? જો હા, તો તમારે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર છે. પરંતુ શું તમે તેને શુભ-અશુભ માનો છો? જો હા, તો આવું ન કરો.

નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન (NCBI)માં પ્રકાશિત રિપોર્ટના અનુસાર, આઈલિડ ટ્વિચિંગ એટલે આંખો ફરકવી-તણાવ, એન્ક્ઝાઈટી, અથવા થાકના કારણે થતી સમસ્યા છે. તે વિટામિન-12ની ઊણપના કારણે પણ થઈ શકે છે. જો સતત બે સપ્તાહથી વધારે સમય સુધી આંખો ફરકે છે, તો ડૉક્ટરને બતાવવું જોઈએ. જો કે, ટ્વિચિંગ માત્ર આંખોમાં જ નહીં શરીરના કોઈપણ ભાગ, સ્નાયુઓમાં પણ થઈ શકે છે.

શું હોય છે ટ્વિચિંગ?
ટ્વિચિંગ નાના સ્નાયુઓમાં સંકોચનને કારણે થાય છે. હકીકતમાં સ્નાયુઓ તે ફાઈબર્સની બનેલી હોય છે, જેને તમારી નસો કંટ્રોલ કરે છે. કોઈ નસમાં રિસ્ટમુલેશન અથવા ડેમેજ ટ્વિચિંગનું મુખ્ય કારણ છે.

આઈલિડ ટ્વિચિંગ પાંપણના સ્નાયુઓમાં વારંવાર થતી અનેચ્છિક ખેંચાણ છે. તેને મેડિકલ ભાષામાં બ્લેફરોસ્પાઝ્મ અથવા માયોકેમિયા પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એક જ આંખ અને તેનો ઉપરનો ભાગ ફરકે છે. મહિલાઓની આંખો, પુરુષોની તુલનામાં વધારે ફરકે છે.

આંખો ફરકવાનું સૌથી મોટું કારણ આંખો પર ભાર પડવાનું છે
નવી દિલ્હી AIIMSના ડીએમ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર સંજય કુમાર ચુધ કહે છે કે, આઈલિડ ટ્વિચિંગનું સૌથી મોટું કારણ આઈ સ્ટ્રેન છે, એટલે કે આંખો પર વધારે ભાર. તે સ્ક્રીન ટાઈમ એટલે કે મોબાઈલ, લેપટોપ, અને કમ્પ્યુટર પર વધારે સમય પસાર કરવાથી થાય છે. પ્રોફેશનલમાં આ સમસ્યા વધારે થઈ રહી છે, કેમ કે તેમનો સ્ક્રીન ટાઈમ સૌથી વધારે છે.

તણાવ ટ્વિચિંગને વધુ વધારે છે. કોરોના બાદ બાળકોમાં પણ આ સમસ્યા વધી છે કેમ કે તેઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. સતત આંખો ફફડવાથી ચશ્મા આવવાની સંભાવના વધી જાય છે. તેની અસર રેટિના, આઈબોલ પર પણ પડે છે.

જો તમે બે કલાક સ્ક્રીન પર કામ કરો છો તો 20 મિનિટ જરૂરથી રેસ્ટ કરો. ન્યૂટ્રીશન અને સારી ડાયટ પણ ઘણી જરૂરી છે. બંને હાથેથી આંખોને બેથી ત્રણ મિનિટ બંધ કરીને યોદ કરવાથી પણ આ સમસ્યા દૂર થઈ શકે છે. મેડિટેશન પણ ફાયદાકારક છે.

ટ્વિચિંગ નર્વસ સિસ્ટમ ડિસઓર્ડરનો સંકેત પણ હોઈ શકે છે
યુનાઈટેડ સ્ટેટ્સ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન (UNLM)ના ઈન્ફોર્મેશન પોર્ટલ મેડિલાઈન પ્લસના અનુસાર, આઈલિડ ટ્વિચિંગને લઈને ચિંતા નહીં પણ અલર્ટ રહેવાની જરૂર છે. જો આપણને ટ્વિચિંગની ખબર નથી પડી રહી તો ચિંતાની વાત નથી. પરંતુ જો ટ્વિચિંગની ખબર પડે છે તો તે નર્વસ સિસ્ટમ ડિસઓર્ડરનો સંકેત પણ હોઈ શકે છે.

કેટલીક દવાઓને લઈને પણ આંખો ફરકે છે
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કેટલીક દવાઓ પણ આંખો ફરકવાનું કારણ બની શકે છે, જો કે આવા કેસમાં બંને આંખો ફરકે છે. તેમાં માઈગ્રેનની દવા, એન્ટિસાઈકોટિક અને ડોપામાઈન, હાઈપરટેન્શન, હતાશાની દવાઓ અને એન્ટિથિસ્ટેમાઈન્સ સામેલ છે.

ટ્વિચિંગ ગંભીર કારણોસર પણ થાય છે
આઇલિડ ટ્વિચિંગ ઘણીવાર ગંભીર કારણોસર પણ થાય છે. આ વસ્તુઓ ઘણીવાર નર્વસ સિસ્ટમની સમસ્યાઓથી સંબંધિત હોય છે, જે મગજ અને કરોડરજ્જુ સાથે પણ સંકળાયેલી હોય છે.
જો આંખ, પગના પાછળના ભાગ અથવા અંગૂઠામાં ટ્વિચિંગ થઈ રહી હોય તો આ કોઈ રોગ કે ડિસઓર્ડરના કારણે નથી થતું. આવું ઘણીવાર સ્ટ્રેસ અથવા એન્ઝાયટીના કારણે થાય છે.

શું ટ્વિચિંગ થાય તો દવાઓ લેવી જોઈએ?
જો ટૂંકા સમયગાળા માટે ટ્વિચિંગ થાય તો દવા જરૂરી નથી. જો કે, જો તે બે અઠવાડિયાંથી વધુ ચાલે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જુદા-જુદા મેડિકલ પેપર્સમાં જણાવ્યા અનુસાર, ટ્વિચિંગ ઘટાડવા માટે દવાઓ પણ લઈ શકાય છે. પરંતુ તે ડોક્ટરની સલાહ લીધા પછી જ લેવી.

દવાઓના નામ

  • કોર્ટિકોસ્ટેરોઇડ્સ, જેમ કે બીટામેથાસોન અને પ્રેડનિસોન
  • મસલ રિલેક્સેન્ટ્સ, જેમ કે કારિસોપ્રોડોલ અને સાઇક્લોબેંઝપ્રાઇન
  • ન્યુરોમસ્ક્યુલર બ્લોકર્સ, જેમ કે ઇન્કોબોટુલિનમોટોક્સિન એ અને રિમાબોટુલિનુમોટોક્સિન બી
  • મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સ્નાયુઓને નબળા બનાવે છે

મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એ જિનેટિક રોગોનું એક જૂથ છે જે સમય જતાં સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે અને નબળાં પાડે છે. તે ચહેરા, ગળા, હિપ્સ અને ખભાના સ્નાયુઓમાં ટ્વિચિંગનું કારણ બની શકે છે.

સ્પાઇનલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કરોડરજ્જુના હાડકાંમાં નોટર નર્વ સેલ્સને નુકસાન પહોંચાડે છે. આનાથી જીભમાં પણ ટ્વિચિંગ થાય છે. આઇજેક સિંડ્રોમ એ નર્વને અસર કરે છે, જે મસલ ફાઇબરને સ્ટિમ્યુલેટ કરે છે. તેનાથી જ હાથ અને પગના સ્નાયુઓમાં ટ્વિચિંગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...