બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવના દીકરા તેજપ્રતાપ અને તેની પત્ની ઐશ્વર્યા રાયના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. છૂટાછેડા ન થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પટના હાઇકોર્ટે બંનેના કાઉન્સલિંગની તારીખ 28 જૂન નક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન ઐશ્વર્યાએ તેના પતિ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેજપ્રતાપ યાદવ સાથે રહેવા માટે તૈયાર નથી અને તે આ સંબંધનો અંત લાવવા માગે છે.
મનમાં સવાલ આવ્યો હશે કે, મેરેજ કાઉન્સલિંગ શું હોય છે? આ કેમ અને કેવી રીતે કરવામાં આવે છે? જો પતિ છૂટાછેડા લેવા માગતો હોય પરંતુ પત્ની આ સંબંધ રાખવા માગતી હોય તો શું કરી શકાય ? આજે કામના સમાચારમાં અમે તમને જણાવીશું.
સાઈકિયાટ્રિસ્ટ, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ સાઈકિઆટ્રિસ્ટ, ડો. શૌનિક અજિંક્ય, અને પટિયાલા કોર્ટના એડવોકેટ સીમા જોશી પાસેથી જાણીએ સમગ્ર માહિતી.
સવાલ : સૌથી પહેલાં જાણીએ મેરેજ કાઉન્સલિંગ શું હોય છે?
જવાબ : આ દંપતી પર કરવામાં આવતી એક સાઇકોથેરાપી છે. આ થેરાપી દ્વારા એક્સપર્ટ્સ તેમના સંબંધમાં આવતી નાની-મોટી સમસ્યાને દૂર કરવાની કોશિશ કરે છે જેથી સંબંધ તૂટતાં બચી શકે.
જેવી રીતે જ્યોતિષ કુંડલી બનાવે છે તેવી જ રીતે કાઉન્સેલર પણ કુંડલી બનાવે છે. આ બંને વચ્ચેમાં ફર્ક ફકત એટલો જ છે કે, કાઉન્સેલર જે કુંડલી બનાવે છે. તેમાં મન અને રિલેશનશિપ વિશે લખવામાં આવે છે. કાઉન્સેલર સુસંગતતા જુએ છે. દરેક વ્યક્તિમાં કેટલીક ખામીઓ હોય છે અને કેટલીક સારી વાત પણ હોય છે. કઇ સારી વાતને વધારવી જોઈએ અનેકઇ ભૂલો છે જેને ઘટાડવી જોઈએ. આ કાઉન્સેલર સમજાવે છે.
આ દરમિયાન કાઉન્સેલર ત્રણ વાતને સમજે છે.
સવાલ : મેરેજ કાઉન્સલિંગ કરનાર એક્સપર્ટ કોણ હોય છે?
જવાબ : આ એક પ્રોફેશનલ સાઈકોલોજીસ્ટ હોટ છે જેને બોલચાલની કાઉન્સેલર કહેવામાં આવે છે. કાઉન્સેલરનું કામ સંબંધમાં આવેલી તિરાડને દૂર કરીને છૂટાછેડા લેવા માગતા પતિ-પત્નીને મદદ કરવાનું છે.
સવાલ : કાઉન્સેલર પાસે ફક્ત છૂટાછેડાના જ કેસ આવી શકે છે?
જવાબ : ના, આપણે દેશમાં વધુ પડતા લોકો એવું વિચારે છે કે, મેરેજ કાઉન્સલિંગ કરવામાં આવે તો આ કપલ છૂટછેડા લેવા માગે છે અથવા તો અલગ થવા માંગે છે. પરંતુ હકીકતનીવાત એ છે કે, લગ્નના એક સમય બાદ બધા જ કપલને ઉત્તર-ચઢાવનો સામનો કરવો પડે છે, આ લોકો માટે કાઉન્સેલર મદદરૂપ થાય છે.
મેરેજ કાઉન્સલિંગ માટે મનોવૈજ્ઞાનિકો અને અન્ય નિષ્ણાતો માટે અગાઉથી નિયમો નક્કી કરવામાં આવે છે, જેની માહિતી પહેલા બંને પાર્ટનરને આપવામાં આવે છે. આ શું નિયમ છે આવો જાણીએ...
મેરેજ કાઉન્સલિંગ 2 સ્ટેપ હોય છે.
સિસ્ટમેટિક થેરાપી :
આ થેરાપીમાં એક્સપર્ટ કપલને ફેમિલી બેકગ્રાઉન્ડ, સોશિયલ બેકગ્રાઉન્ડ જાણવાની કોશિશ કરવામાં આવે છે. એક્સપર્ટનું કામ સમસ્યાના મૂળ સુધી પહોંચવાનું છે.
બિહેવિયરલ થેરાપી :
આ થેરાપીમાં પતિ-પત્ની બંનેના સ્વભાવ અને વર્તન જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. કાઉન્સેલર ઝઘડા અથવા છૂટાછેડાના કારણો શોધે છે અને બંનેને સમજાવે છે.
ઘણીવાર સિસ્ટમેટિક થેરાપીની બદલે બિહેવિયરલ થેરાપી કરવામાં આવે છે, જે સદંતર ખોટું છે.
સવાલ : જો વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હોય અને કાઉન્સલિંગ થઈ રહ્યું હોય તો કોર્ટ અને પોલીસને રિપોર્ટ આપવાનો હોય છે?
જવાબ- હા, પણ જો જજ તેની માંગ કરે તો જ રિપોર્ટ આપવો પડે. જો પોલીસને રિપોર્ટ જોઈતો હોય તો તેણે કાઉન્સેલરને પણ વિનંતી કરવી પડશે.
સવાલ : શું કાઉન્સેલરના નિર્ણયના આધારે કોર્ટ નિર્ણય આપી શકે છે?
જવાબ : ના, કાઉન્સલિંગ બાદ કાઉન્સેલર કોર્ટ અને પોલીસને કહી શકે છે. આ આધારે જજને કોઈ પણ નિર્ણય લેવા મજબુર કરી શકે નહીં.
આવો જાણીએ જો પતિને છૂટાછેડા જોતા હોય તો પત્ની શું કરી શકે?
પટિયાલા હાઉસ કોર્ટના એડવોકેટ સીમા જોશીનું કહેવું છે કે આ કિસ્સામાં પતિ વિવાદિત છૂટાછેડા લઈ શકે છે. તેને એકતરફી છૂટાછેડા પણ કહેવામાં આવે છે. આમાં કોર્ટ પતિ પાસેથી પુરાવા માંગી શકે છે કે તે શા માટે છૂટાછેડા માંગે છે. હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 13 સ્પષ્ટપણે વિવાદિત છૂટાછેડા માટેના કારણોની જોડણી કરે છે. જે આના જેવું છે...
વ્યભિચાર :
આ એક ગુનો છે, જે મુજબ, પતિ-પત્નીમાંથી કોઈ એક બહારની કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધે છે.
ક્રૂરતા :
એક ઇરાદાપૂર્વક કૃત્ય કરવામાં આવે છે જે શરીરના કોઈપણ ચોક્કસ ભાગ, જીવન અથવા માનસિક સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. જેમાં પીડા, દુરુપયોગ, માનસિક અથવા શારીરિક શોષણનો સમાવેશ થઈ શકે છે.
ધર્મ પરિવર્તન:
હિંદુ લગ્નમાં, જો પતિ કે પત્ની એકબીજાને જાણ કર્યા વિના અથવા સંમતિ વિના અન્ય ધર્મમાં પરિવર્તિત થાય છે, તો તેને છૂટાછેડા માટેનું કારણ ગણી શકાય.
મેન્ટલ ડિસઓર્ડર
મેન્ટલ ડિસઓર્ડરમાં મનની સ્થિતિ, માનસિક બીમારી અથવા સમસ્યાનો સમાવેશ થાય છે, જે વ્યક્તિને આક્રમક બનાવે છે.
રક્તપિત્ત :
રક્તપિત્ત એક ચેપી રોગ છે જે ત્વચા અને જ્ઞાનતંતુઓને નુકસાન પહોંચાડે છે.
કોઈ માહિતી ન હોય ત્યારે :
જો પતિ-પત્ની પૈકી કોઈ એકે સાત વર્ષથી વધુ સમય થી અલગ હોય તો તેને છૂટાછેડા માટેનું કારણ ગણી શકાય.
સન્યાસ :
હિંદુ કાયદા હેઠળ, સંસારનો ત્યાગ એ છૂટાછેડા માટેનું કારણ છે, જો જીવનસાથીમાંથી કોઈએ સન્યાસ લીધો હોય, તો તેને છૂટાછેડા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.