તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • CAG Announces Notification For Recruitment Of 10,811 Posts Of Auditor And Accountant, Can Be Applied Till 19th February

સરકારી નોકરી:CAGએ ઓડિટર અને અકાઉન્ટન્ટની કુલ 10,811 પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, 19 ફેબ્રુઆરી સુધી અપ્લાય કરી શકાશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG)એ ઓડિટર અને અકાઉન્ટન્ટના કુલ 10,811 પદો પર ભરતી માટે અરજી માગી છે. આ વેકેન્સી અંતર્ગત ઓડિટરની 6409 પોસ્ટ અને અકાઉન્ટન્ટની 4,402 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ અરજી કરવા માગતા ઉમેદવારો cag.gov.in પર 19 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે.

પોસ્ટની સંખ્યાઃ 10,811

ઓડિટર માટે- 6409 પોસ્ટ
અકાઉન્ટન્ટ માટે- 4402 પોસ્ટ

લાયકાત
આ પોસ્ટ માટે ભરતી કરવામાં આવનાર ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. તે ઉપરાંત તેને સ્થાનિક ભાષાનું પણ જ્ઞાન હોવું જરૂરી છે.

સેલરી
ઓડિટર- 29,2000થી 92,300 રૂપિયા
અકાઉન્ટન્ટ- 29,200થી 92,300 રૂપિયા

વયમર્યાદા
આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18થી લઈને 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમોના આધારે વર્યમર્યાદામાં છૂટ મળશે.

અન્ય સમાચારો પણ છે...