• Gujarati News
  • Utility
  • CA Final Exams Will Be Held As Per Schedule, Exams Will Be Held In Shifts From 1st To 18th November

કન્ફર્મ:CA ફાઇનલની પરીક્ષા નક્કી કરેલા શિડ્યૂલ પ્રમાણે જ લેવાશે, 1થી 18 નવેમ્બર દરમિયાન શિફ્ટમાં પરીક્ષાનું આયોજન થશે

દિલ્હી2 વર્ષ પહેલા

કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓ પોસ્ટપોન કરવામાં આવી રહી હતી. પરંતુ હવે સમય જતા ધીમે-ધીમે બધી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. તાજેતરમાં જ સંપૂર્ણ સુરક્ષા સાથે JEE અને NEETની પરીક્ષા લેવામાં આવી અને હવે ICAI CAની પરીક્ષા યોજવા જઈ રહી છે. જો કે, આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા મુલતવી રાખવાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમણે રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્ય સ્વામીનો સંપર્ક પણ સાધ્યો હતો. પરંતુ હવે એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની CA ફાઇનલ ઇન્ટરમિડિયેટ અને ફાઉન્ડેશન કોર્સ પરીક્ષા તેના નક્કી કરેલા શેડ્યૂલ પ્રમાણે જ એટલે કે 1થી 18 નવેમ્બર દરમિયાન લેવામાં આવશે. ICAIના પ્રમુખે આ વાતની પુષ્ટિ કરી છે. તેમજ, રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર દ્વારા પણ આ અંગે માહિતી આપી છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરતા લખ્યું કે, મેં CAની પરીક્ષા મુલતવી રાખવાની સંભાવના પર ICAIના પ્રમુખ સાથે વાત કરી. ત્યારબાદ તેમણે આ માટે સંબંધિત મુખ્ય વ્યક્તિઓ સાથે વાત કરી અને પરીક્ષા મુલતવી રાખવાનો કોઈ રસ્તો ન દેખાયો. તેથી, હવે હું આ મુદ્દાને આગળ નહીં લઈ જઈ શકું.

વિદ્યાર્થીઓએ સુબ્રમણ્યમ સ્વામીને વિનંતી કરી હતી
વિદ્યાર્થીઓએ રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો સંપર્ક સાધ્યો હતો. જેથી, કોરોનાના સમયગાળામાં યોજાનારી CA પરીક્ષા પોસ્ટપોન રાખવામાં આવશે. ત્યારબાદ સાંસદે આ અંગે ICAI પ્રમુખ સાથે વાત કરી. પરંતુ કોઈ રસ્તો મળ્યો નથી. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પરીક્ષા દેશના 207 શહેરો અને વિદેશના 5 શહેરોમાં નક્કી કરેલા શિડ્યૂલ પ્રમાણે જ લેવામાં આવશે. પરીક્ષા બપોરે 2થી સાંજના 5 દરમિયાન શિફ્ટમાં લેવામાં આવશે. તેમજ, 3 અને 4 માટે ફાઉન્ડેશન પેપર બપોરે 2 થી 4 દરમિયાન આયોજિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...