તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • CA Final Exam Result Date Announced, November Exam Result Will Be Announced On 1st February

ICAI રિઝલ્ટ:CA ફાઇનલ પરીક્ષાની રિઝલ્ટ ડેટ જાહેર કરાઈ, નવેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું રિઝલ્ટ 1 ફેબ્રુઆરીએ જાહેર થશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ નવેમ્બર 2020માં લેવાયેલી CA ફાઇનલ પરીક્ષા માટે રિઝલ્ટની ડેટ જાહેર કરી દીધી છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પરીક્ષાનું રિઝલ્ટ 1 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારો પરીક્ષામાં સામેલ થયા હતા તેઓ ICAIની ઓફિશિયલ વેબસાઇટ icai.org પર જઇને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે.

ICAIના પ્રમુખે માહિતી આપી
આઈસીએઆઈના પ્રમુખ ધીરજ કુમાર ખંડેલવાલે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે- ડિયર સ્ટુડન્ટ્સ ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયાંમાં CAની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થવાનું શરૂ થઈ જશે, જેની શરૂઆત 1 ફેબ્રુઆરીએ CA ફાઇનલ રિઝલ્ટ સાથે થશે.

21 નવેમ્બરના રોજ પરીક્ષા શરૂ થઈ હતી
CA પરીક્ષા 21 નવેમ્બરથી 14 ડિસેમ્બર, 2020 દરમિયાન લેવામાં આવી હતી. CA ફાઉન્ડેશન કોર્સ માટે 8 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે CAની ફાઇનલ એક્ઝામ 21 નવેમ્બરથી 6 ડિસેમ્બર અને ઇન્ટરમિડિયટ પરીક્ષા 22 નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન લેવામાં આવી હતી.

રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ICAIની ઓફિશિયલ વેબસાઇટ icaiexam.icai.org પર જાઓ.
  • હોમપેજ પર CA નવેમ્બર રિઝલ્ટ 2020 લિંક પર ક્લિક કરો.
  • નવું પેજ ખૂલે એટલે માગેલી વિગતો દાખલ કરો.
  • માહિતી દાખલ કર્યા પછી રિઝલ્ટ સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે.