• Gujarati News
  • Utility
  • By The End Of This Month The EPF Account Can Receive Interest Money, Earning 8.5% Interest

રાહતના સમાચાર:આ મહિનાના અંત સુધીમાં EPF અકાઉન્ટમાં વ્યાજનાં પૈસા આવી શકે છે, 8.5% વ્યાજ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શ્રમ મંત્રાલયે નાણાકીય મંત્રાલય પાસેથી એક પ્રસ્તાવ અંતર્ગત સંમતિ માગી છે

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) આ મહિનાના અંત સુધીમાં એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF) પર નાણાકીય વર્ષ 2019-20નું વ્યાજ નાખી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)પર નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે.

પહેલા 2 હપ્તામાં વ્યાજની ચૂકવણી કરવાની હતી
આ પહેલા EPFOએ નાણાકીય વર્ષ 2019-20 માટે EPF પર આપવામાં આવતા 8.5 ટકા વ્યાજને બે ભાગમાં EPF અકાઉન્ટમાં નાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અંતર્ગત પહેલા હપ્તામાં 8.15 ટકા અને બીજા હપ્તામાં 0.35 ટકા વ્યાજ ક્રેડિટ કરવાની તૈયારી હતી. પરંતુ હવે સૂત્રોનું કહેવું છે કે, EPF પર નાણાકીય વર્ષ 2019-20 માટે નક્કી 8.5 ટકા વ્યાજને મેમ્બર એમ્પ્લોઈના અકાઉન્ટમાં ડિસેમ્બરના અંતમાં નાખવામાં આવી શકે છે.

માર્ચમાં વ્યાજ દર નક્કી થયા હતા
આ વર્ષે માર્ચમાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીના શ્રમ મંત્રી સંતોષ ગંગવારની આગેવાનીમાં EPF પર નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

નાણા મંત્રાલયનો નિર્ણય આવવાનો બાકી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શ્રમ મંત્રાલયે નાણાકીય મંત્રાલય પાસેથી એક પ્રસ્તાવ અંતર્ગત સહમતી માગી છે કે 2019-20 માટે EPF ખાતામાં 8.5 ટકા વ્યાજના હપ્તા જમા કરવામાં આવે. આવનાર સપ્તાહમાં નાણાકીય મંત્રાલય તેના પર નિર્ણય લઈ શકે છે.

કેવી રીતે ખબર પડશે કે તમારા અકાઉન્ટમાં પૈસા આવ્યા કે નહીં?
SMS દ્વારા અકાઉન્ટનું બેલેન્સ ચેક કરવું
મેસેજ દ્વારા EPFO બેલેન્સ જાણવા માટે તમારો મોબાઈલ નંબર UANની સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. SMS દ્વારા EPF બેલેન્સ ચેક કરવા માટે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી મેસેજમાં EPFOHO UAN ENG લખીને 7738299899 પર મેસેજ કરવાનો રહેશે. અહીં ENG તે પ્રથમ ત્રણ અક્ષરો વિશે જણાવે છે જે ભાષામાં તમે જાણકારી મેળવવા માગો છો. મેસેજની સુવિધા ઈંગ્લિશની સાથે હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી ભાષાઓમાં ઉપલબ્ધ છે.

મિસ્ડ કોલથી ચેક કરો બેલેન્સ
મિસ્ડ કોલ દ્વારા EPF બેલેન્સ ચેક કરવા માટે તમારો મોબાઈલ નંબર UAN સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલથી 011-22901406 પર મિસ્ડ કોલ કરીને EPF બેલેન્સ જાણી શકો છો. મિસ્ડ કોલ આપ્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર EPFનો એક મેસેજ આવશે જેનાથી તમે EPF બેલેન્સ જાણી શકશો.

ઉમંગ એપ પર આ રીતે ચેક કરો બેલેન્સ
તમે ઉમંગ એપ ઓપન કરો અને EPFO પર ક્લિક કરો. તમારે એક અન્ય પેજ પર એમ્પ્લોય-સેન્ટ્રિક સર્વિસ (employee-centric services) પર ક્લિક કરવું પડશે. અહીં વ્યુ પાસબુક પર ક્લિક કરો. તમારો UAN નંબર અને પાસવર્ડ (OTP) નંબર દાખલ કરો. OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે. ત્યારબાદ તમે તમારું EPF બેલેન્સ ચેક કરી શકો છો.

વેબસાઈટ પર આ રીતે ચેક કરી શકો છો PFનું બેલેન્સ

  • EPFOની વેબસાઈટ epfindia.gov.in પર ઈ-પાસબુક પર ક્લિક કરો.
  • ઈ-પાસબુક પર ક્લિક કરવાથી એક નવું પેજ passbook.epfindia.gov.in પર તમારી સામે આવશે.
  • અહીં તમારે તમારું યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરવો પડશે.
  • તમામ માહિતી ભર્યા બાદ એક નવા પેજ પર આવી જશો અને અહીં મેમ્બર ID પસંદ કરવું પડશે.
  • અહીં ઈ-પાસબુક પર તમે EPF બેલેન્સ જાણી શકશો.