જો તમે કોઈ ફાઈનાન્શિયલ ગોલ પૂરો કરવા રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે સોલ્યુશન ઓરિઅન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમ કોઈ ખાસ લક્ષ્ય પૂરું કરવા માટે બનાવવામાં આવે છે. આ લક્ષ્યમાં રિટાયર્મેન્ટ અથવા બાળકોનાં એજ્યુકેશન વગેરે સામેલ છે. આજે અમે તમને સોલ્યુશન ઓરિઅન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમે રોકાણ કરી નાણાકીય લક્ષ્ય પૂરું કરી શકો છો.
સૌ પ્રથમ એ જાણો કે સોલ્યુશન ઓરિઅન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ શું છે?
SEBIના મ્યુચ્યુઅલ ફંડ ક્લાસિફિકેશન હેઠળ 5 કેટેગરી છે. તેમાંથી એક સોલ્યુશન ઓરિઅન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ છે. આ કેટેગરી ફાઈનાન્શિયલ ગોલ પૂરા કરવા માટે બનાવવામાં આવી છે. આ ફંડ 2 પ્રકારના હોય છે. તેમાં રિટાયર્મેન્ટ અને બાળકો માટે પ્લાનિંગ સામેલ હોય છે. આ કેટેગરીમાં લાંબા ગાળા સુધી રોકાણ કરવામાં આવે છે. સોલ્યુશન ઓરિઅન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓપન એન્ડેડ ફંડ્સ છે. તેના પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે.
સોલ્યુશન ઓરિઅન્ટેડ | ડિસ્ક્રિપ્શન | |
1. | રિટાયર્મેન્ટ ફંડ | આ સ્કીમમાં મિનિમમ 5 વર્ષ અથવા રિટાયર્મેન્ટની ઉંમર સુધી લૉક ઈન હોય છે, બંનેમાંથી જે પણ પહેલાં હોય. |
2. | ચિલ્ડ્રન્સ ફંડ | આ સ્કીમમાં મિનિમમ 5 વર્ષ અથવા જ્યાં સુધી બાળકની મેચ્યોરિટીની ઉંમર ન થાય ત્યા સુધી લૉક ઈન હોય છે. |
પોતાની પસંદ પ્રમાણે ફંડ લઈ શકાય છે
આ સ્કીમ રોકાણકારોને કોઈ ખાસ લક્ષ્ય માટે કસ્ટમાઈઝ્ડ પોર્ટફોલિયો પસંદ કરવાની સુવિધા આપે છે. આ ફંડ્સનો પોર્ટફોલિયો ઈક્વિટી, ડેટ અથવા હાઈબ્રિડ ઓરિઅન્ટેડ હોઈ શકે છે. નાણાકીય લક્ષ્ય અને જોખમ લેવાની ક્ષમતા પ્રમાણે તેની પસંદગી કરી શકાય છે.
5 વર્ષનો લોક ઈન પીરિયડ હોય છે
આ સ્કીમ કોઈ ખાસ લક્ષ્ય અથવા સમાધાન પ્રમાણે બની છે. તેમાં રિટાયર્મેન્ટ સ્કીમ અથવા બાળકોના અભ્યાસ જેવાં લક્ષ્ય સામેલ હોઈ શકે છે. આ સ્કીમમાં મિનિમમ 5 વર્ષ માટે રોકાણ કરવું જરૂરી છે. તેમાં રોકાણ કરવાથી સારું રિટર્ન મળી શકે છે.
ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે
આ ફંડ્સને સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ મળી છે. મિનિમમ 5 વર્ષનો લોક ઈન પીરિયડ હોય તો જ ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે. જો પોર્ટફોલિયોમાં ઈક્વિટી 65%થી વધારે હોય તો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન આપવો પડે છે.
આ ફંડ્સે સારું રિટર્ન આપ્યું
ફંડનું નામ | છેલ્લાં 1 વર્ષનું રિટર્ન (%માં) | છેલ્લાં 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન(%માં) | છેલ્લાં 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન(%માં) |
ટાટા રિટાયર્મેન્ટ સેવિંગ્સ ફંડ (મોડરેટ) | 37.0 | 11.6 | 14.6 |
ICICI પ્રોવિડેન્શિઅલ ચાઈલ્ડ કેર પ્લાન | 32.7 | 10.2 | 9.8 |
ટાટા રિટાયર્મેન્ટ સેવિંગ્સ ફંડ (પ્રોગ્રેસિવ) | 31.4 | 10.6 | 13.0 |
SBI મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ પ્લાન | 25.6 | 10.4 | 11.4 |
ટાટા રિટાયર્મેન્ટ સેવિંગ્સ ફંડ (કન્ઝર્વેટિવ) | 11.6 | 8.2 | 8.4 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.