તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • By Investing In VPF And PPF, You Will Be Able To Earn More Interest Than Savings And Deposits, You Will Also Get The Benefit Of Tax Exemption.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણ:VPF અને PPFમાં રોકાણ કરીને તમે સેવિંગ અને ડિપોઝિટ કરતાં વધુ વ્યાજ મેળવી શકશો, ટેક્સ છૂટનો પણ ફાયદો મળશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા હો જ્યાં તમને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માંથી વધુ વ્યાજ મળે અને પૈસા પણ સુરક્ષિત રહે તો તમે વોલિયન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF) અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરી શકો છો. આમાં તમને ટેક્સ છૂટનો ફાયદો પણ મળશે. આજે અમે તમને અહીં આ બે સ્કીમ્સ વિશે જણાવી રહ્યાં છીએ. જેથી, તમે યોગ્ય સ્થાને રોકાણ કરી શકો.

VPF પર 8.5% વ્યાજ મળશે

  • EPFમાં બેઝિક સેલરીના માત્ર 12% જ કન્ટ્રીબ્યુટ કરી શકાય છે. પરંતુ VPFમાં રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. એટલે કે, જો કર્મચારી તેની ઇન-હેન્ડ સેલરી ઓછી રાખીને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો વધારે તો આ વિકલ્પને VPF કહેવામાં આવે છે. VPFમાં 8.5% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
  • આ EPFનું જ એક્સટેન્શન છે. તેથી, ફક્ત નોકરી કરતા લોકો જ તેને ઓપન કરી શકે છે. તેમાં બેઝિક સેલરીના 100% અને DAનું રોકાણ કરી શકાય છે. VPFના વ્યાજ દર સરકાર દરેક નાણાકીય વર્ષમાં નક્કી કરે છે.
  • તમારે તમારી કંપનીના HR અથવા ફાઇનાન્સ ટીમનો સંપર્ક કરવાનો રહેશે અને VPFમાં કન્ટ્રીબ્યુશનની રિક્વેસ્ટ કરવાની રહેશે. પ્રોસેસ થતાં જ EPF અકાઉન્ટ સાથે VPF કનેક્ટ કરી દેવામાં આવશે. VPFનું અલગથી કોઈ અકાઉન્ટ ઓપન નહીં થાય.
  • VPFના યોગદાનમાં દર વર્ષે ફેરફાર કરી શકાય છે. જો કે, VPF હેઠળ એમ્પ્લોયર કર્મચારી સમાન સ્તર પર EPFમાં ફાળો આપવા માટે પ્રતિબંધિત નથી.
  • જો તમે જોબ ચેન્જ કરતા હો તો આ અકાઉન્ટ સરળતાથી ટ્રાન્સફર કરાવી શકો છો. તેની પર લોન પણ લઈ શકાય છે. બાળકોના એજ્યુકેશન, હોમ લોન, બાળકોનાં લગ્ન વગેરે માટે પણ તેમાંથી લોન લઈ શકાય છે.
  • VPF ખાતાંના રકમમાંથી થોડો ઉપાડ કરવા માટે ખાતાધારક દ્વારા 5 વર્ષ નોકરી કરવી જરૂરી છે. નહીં તો ટેક્સ કપાઈ જશે. VPFની સંપૂર્ણ રકમ માત્ર રિટાયર્મેન્ટ પર જ ઉપાડી શકાય છે.
  • આ સ્કીમમાં રોકાણ દ્વારા 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની છૂટનો લાભ લઈ શકાય છે.
  • જો કે, નવા નિયમ હેઠળ નાણાકીય વર્ષમાં EPF અને VPFનું યોગદાન 2.5 લાખથી વધુ હશે તો વ્યાજ તરીકે વધારાની રકમ પરની આવક પર ટેક્સ લાગશે. એટલે કે, જો તમે વાર્ષિક 3 લાખ રૂપિયા જમા કરાવ્યા તો 50 હજાર રૂપિયા પર વ્યાજ દ્વારા મેળવેલી આવક તમારા ટેક્સ સ્લેબના દરે વસૂલવામાં આવશે.

PPF પર 7.1% વ્યાજ મળી રહ્યું છે

  • આ સ્કીમમાં ખાતું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ક્યાંય પણ ખોલાવી શકાય છે. આ સિવાય તેને કોઈપણ બેંક અથવા કોઈપણ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે.
  • PPF એકાઉન્ટ 500 રૂપિયાથી ખોલાવી શકાય છે. આ પછી તમારે વર્ષમાં એકવાર ઓછામાં ઓછું 500 રૂપિયા જમા કરાવવા પડશે. આ ખાતાંમાં એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા થઈ શકે છે.
  • આ યોજના 15 વર્ષ માટેની છે, જેમાંથી કોઈ પૈસા ઉપાડી શકાશે નહીં. પરંતુ તે 15 વર્ષ પછી 5-5 વર્ષ સુધી લંબાવી શકાય છે.
  • તે 15 વર્ષ પહેલાં બંધ કરી શકાતું નથી, પરંતુ 3 વર્ષ પછી આ ખાતાં સામે લોન લઈ શકાય છે. જો કોઈ ઇચ્છે તો તે નિયમો હેઠળ 7મા વર્ષથી આ ખાતાંમાંથી પૈસા ઉપાડી શકે છે.
  • સરકાર દર ત્રણ મહિને વ્યાજ દરની સમીક્ષા કરે છે. આ વ્યાજ દર વધુ કે ઓછો હોઈ શકે છે. હાલમાં, આ ખાતા પર 7.1% વ્યાજ મળી રહ્યું છે.
  • આ યોજનાઓમાં રોકાણ દ્વારા રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટ 80C હેઠળ મેળવી શકાય છે. કોઈપણ વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે.

ક્યાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
એક યોગ્ય રોકાણ વિકલ્પ એ જ છે જે તમને સૌથી ઓછા જોખમ પર સૌથી વધુ ફાયદો આપે છે. તેથી, જ્યારે રિસ્કની વાત આવે ત્યારે આ બંનેમાં તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. આ ઉપરાંત, બંનેમાં તમને ચોક્કસ રિટર્ન પણ મળે છે. તેથી ક્યાંય પણ રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય લક્ષ્યો અને તમે કેટલો સમય રોકાણ કરવા માંગો છો તે ધ્યાનમાં રાખો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો