તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • By Investing In These 4 Schemes Including Post Office National Savings Certificate And Time Deposit, You Can Get Higher Returns Than FD

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષિત રોકાણ:પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને ટાઈમ ડિપોઝિટ સહિત આ 4 સ્કીમ્સમાં રોકાણ કરીને તમે FD કરતાં વધુ રિટર્ન મેળવી શકો છો

5 દિવસ પહેલા
 • કૉપી લિંક

જો તમે તમારા રોકાણ પર ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરતાં વધારે રિટર્ન મેળવવા માગો છો તો તમે પોસ્ટ ઓફિસની સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, ટાઈમ ડિપોઝિટ સ્કીમ અને મંથલી ઈન્કમ સ્કીમમાં રોકાણ કરીને તમે વધારે વ્યાજ મેળવી શકો છો.

કિસાન વિકાસ પત્ર સ્કીમમાં અત્યારે 6.9% વ્યાજ મળી રહ્યું છે, જે FD કરતાં વધારે છે. દેશની સૌથી મોટી બેંક SBI આ સમયે FD પર મહત્તમ 5.4% વ્યાજ આપી રહી છે. આ સ્કીમ્સની સૌથી સારી વાત એ છે કે, તેમાં તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે.

કિસાન વિકાસ પત્ર (KVP)

 • કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કીમમાં અત્યારે 6.9% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
 • KVPમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી. જો કે, તમારું મિનિમમ રોકાણ 1,000 રૂપિયા હોવું જોઈએ.
 • રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. તેમાં સિંગલ અકાઉન્ટ સિવાય જોઇન્ટ અકાઉન્ટની સુવિધા પણ છે.
 • સગીરને પણ આ સ્કીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ તે અકાઉન્ટ તેમના માતા-પિતાએ સંભાળવું પડશે.
 • જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઇન પિરિઅડ રાખવામાં આવ્યો છે.
 • આ અંતર્ગત જમા થયેલ રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ છૂટ મળે છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ (NSC)

 • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા પર 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે
 • તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણના સમયગાળો થવા પર આપવામાં આવે છે
 • NSC અકાઉન્ટ ખોલવા માટે તમારે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
 • આ અકાઉન્ટને સગીરના નામે અને 3 પુખ્ત વયના નામે જોઈન્ટ પણ ખોલાવી શકાય છે.
 • 10 વર્ષથી વધુની ઉંમરના માઈનરના નામે પણ માતાપિતાની દેખરેખમાં અકાઉન્ટ ખોલાવી શકાય છે.
 • નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં જમા રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મળે છે
 • તમે NSCમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી.

ટાઇમ ડિપોઝિટ સ્કીમ

 • આ એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) છે. તેમાં એક નક્કી સમયગાળા માટે એકસામટા પૈસાનું રોકાણ કરીને તમે નિશ્ચિત રિટર્ન અને વ્યાજ ચૂકવણીનો ફાયદો લઈ શકો છો.
 • પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષના સમયગાળા માટે 5.5%થી 6.7%ના દરે વ્યાજ આપે છે.
 • ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટના જણાવ્યાનુસાર, 5 વર્ષના રોકાણ માટે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ લઈ શકાય છે.
 • તેમાં 1000 રૂપિયા મિનિમમ રોકાણ કરવાનું હોય છે. તેમજ મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
 • યોજનામાં પણ વ્યક્તિ જેની ઉંમર 18 વર્ષથી વધારે હોય તો તે રોકાણ કરી શકે છે. તેમાં જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
 • તેમાં રોકાણ પર ઈન્કમ ટેક્સ કાયદાની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સ બચાવી શકાય છે.

મંથલી ઇન્કમ સ્કીમ

 • તેમાં 6.6% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછું 1,000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાશે.
 • સ્કીમ પૂરી થયા બાદ તમને તમારા બધા પૈસા પણ પાછા મળી જશે. એટલે કે આ અકાઉન્ટમાંથી તમે તમારા માટે રેગ્યુલર ઈન્કમની ગેરંટી સુનિશ્ચિત કરી શકો છો.
 • જો તમારું ખાતું સિંગલ હોય તો તમે 4.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. બીજીબાજુ, જો તમારું જોઇન્ટ અકાઉન્ટ હોય તો તેમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા થઈ શકે છે. મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષ છે.
 • આ યોજના અંતર્ગત જો તમે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો હવે તમને 6.6% વાર્ષિક વ્યાજ દરના હિસાબથી વાર્ષિક 29700 રૂપિયા વ્યાજ મળશે.
 • તેમજ જો તમે તેમાં જોઈન્ટ અકાઉન્ટ અંતર્ગત 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 59,400 વાર્ષિક વ્યાજ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો