તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • BTSC Medical Executive Recruitment 2021: 6338 Vacancies For Medical Executive Posts, Bihar Technical Service Commission Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:બિહાર ટેક્નિકલ સર્વિસ કમિશને મેડિકલ એક્ઝિક્યુટિવની 6338 જગ્યા માટે ભરતી બહાર પાડી, 24 મે સુધી અપ્લાય કરો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સનું સિલેક્શન કોઈ પણ પરીક્ષા વગર કરવામાં આવશે - Divya Bhaskar
યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સનું સિલેક્શન કોઈ પણ પરીક્ષા વગર કરવામાં આવશે
  • કેન્ડિડેટ્સને નેશનલ કાઉન્સિલ કે સરકારી હોસ્પિટલમાં 12 મહિનાની ઇન્ટર્નશિપનો અનુભવ હોવો જોઈએ
  • અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 37થી 42 વર્ષ વચ્ચે હોવી જોઈએ

બિહાર ટેક્નિકલ સર્વિસ કમિશન (BTSC)એ સ્પેશિયલિસ્ટ મેડિકલ ઓફિસર અને જનરલ મેડિકલ ઓફિસરની જગ્યા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નોટિફિકેશન પ્રમાણે, બિહાર સ્વાસ્થ્ય વિભાગમાં કુલ 6338 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 24 મે સુધી btsc.bih.nic.in અને pariksha.nic.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

જગ્યાની સંખ્યા:6338
એક્સપર્ટ મેડિકલ ઓફિસર (SMO): 3706
નોર્મલ મેડિકલ ઓફિસર (GMO):2632

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે સંબંધિત ફિલ્ડમાં સમકક્ષ ડિગ્રી/ડીપ્લોમા/DNBમાં MBBS અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત કેન્ડિડેટ્સને નેશનલ કાઉન્સિલ કે સરકારી હોસ્પિટલમાં 12 મહિનાની ઇન્ટર્નશિપનો અનુભવ હોવો જરૂરી છે.

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 37થી 42 વર્ષ વચ્ચે હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

એપ્લિકેશન ફી

જનરલ / OBC / EWS250 રૂપિયા
ST / SC / EBC50 રૂપિયા
મહિલા (બિહાર રાજ્ય)50 રૂપિયા
અન્ય રાજ્યોના ઉમેદવાર (પુરુષ/મહિલા)200 રૂપિયા

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 4 મે
અપ્લાય કરવાની છેલ્લી તારીખ:24 મે
ફી ભરવાની છેલ્લી તારીખ: 24 મે

સિલેક્શન પ્રોસેસ
યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સનું સિલેક્શન કોઈ પણ પરીક્ષા વગર કરવામાં આવશે. તેના માટે MBBSમાં 60 માર્ક્સ, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 15 માર્ક્સ અને અનુભવના 25 માર્ક્સ ઉમેરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો:
ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 24 મે સુધી ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો