ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)એ એક મોટો નિર્ણય લેતા B.Tech વિદ્યાર્થીઓને લેટરલ એન્ટ્રી મંજૂર આપી દીધી છે. AICTEના આ નિર્ણય બાદ હવે BTechના વિદ્યાર્થીઓ મુખ્ય અભ્યાસક્રમ સિવાય એન્જિનિયરિંગની અન્ય શાખાઓમાં લેટરલ એન્ટ્રી લઈ શકશે. આ વિશે AICTEએ શુક્રવારે જાણકારી આપી દીધી.
AICTEએ જણાવ્યું કે, ઘણા વિદ્યાર્થીઓ દ્વારા લેટરલ એન્ટ્રી દ્વારા વધારાના B.Tech કોર્સમાં પ્રવેશ માટે વિનંતી કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓની માગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
AICTE એક્ઝિક્યુટિવ કમિટીએ સૂચના આપી
AICTEએ જણાવ્યું કે, લેટરલ એન્ટ્રિ વિશે પ્રસ્તાવ AICTE ક્ઝિક્યુટિવ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યો હતો. આ માટે સમિતિએ કહ્યું કે, ટેક્નિકલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ B.Tech/BEમાં એડમિશન લેવાની સુવિધા પ્રદાન કરી શકે છે, જેનાથી તેમને B.Tech પ્રોગ્રામના યોગ્ય સ્તર પર એન્જિનિયરિંગની એક અન્ય શાખામાં એડમિશન મળી શકે.
લેટરલ એન્ટ્રીનો શું ફાયદો થશે?
કાઉન્સિલે જણાવ્યું કે, આ વ્યવસ્થા પછી, ઉમેદવારોને વધારાના કાર્યક્રમમાં એડમિશન લીધા બાદ તે અભ્યાસક્રમનો અભ્યાસ કરવાની જરૂર નહીં પડે જે તેમને પહેલા ડિસિપ્લિનમાં અભ્યાસ કરી લીધો છે સાથે B.Tech/BEમાં ઘણી પ્રેક્ટિકલ પરીક્ષાઓ પણ હોય છે, તેથી વિદ્યાર્થીઓને કોઈપણ સંસ્થાનમાં લેટરલ એન્ટ્રિ દરમિયાન રેગ્યુલર સ્ટૂડન્ટ તરીકે એડમિશન લેવું પડશે.
એડમિશન ડિગ્રી કોર્સનો સમયગાળો પણ વધ્યો
તે ઉપરાંત AICTEએ હવે એડિશનલ ડિગ્રી કોર્સનો સમયગાળો વધારી દીધો છે. પહેલા આ કોર્સ બે વર્ષનો હતો પરંતુ આ વર્ષથી ત્રણ વર્ષનો કરી દેવામાં આવ્યો છે. તે સાથે કાઉન્સિલે ઈન્સ્ટિટ્યૂટને પોતાના નિયમોમાં જરૂરી ફેરફાર અને B.Tech વિદ્યાર્થીઓને વધારાના અભ્યાસક્રમો પ્રદાન કરવા માટે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ પણ આપ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.