તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

TRAI રિપોર્ટ:BSNLની વોઈસ કોલ ક્વોલિટી જિયો, એરટેલ, અને વોડાફોન કરતાં સૌથી સારી; ટ્રાવેલિંગ દરમિયાન જિયોનું કોલિંગ સૌથી ખરાબ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુઝર્સ તરફથી મળેલા ફીડબેકના આધારે BSNL વોઈસ કોલ ક્વોલિટીની બાબતમાં પ્રથમ નંબર પર છે
  • 5 નવેમ્બર સુધી અપડેટ થયેલા ડેટાના અનુસાર, BSNLને 2014 યુઝર્સે 5માંથી 3.4 સ્ટાર રેટિંગ આપ્યું

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયંસ જિયોની સાથે એરટેલ અને વોડાફોન-આઈડિયા વોઈસ કોલ ક્વોલિટીની બાબતમાં BSNLથી પાછળ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના રિપોર્ટના અનુસાર, વોઈસ ક્વોલિટીની બાબતે BSNL સૌથી શ્રેષ્ઠ છે. TRAIની માય કોલ ( MyCall) એપ પર મળેલા યુઝર ફીડબેકના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

યુઝર્સ તરફથી મળેલા ફીડબેકના આધારે BSNL વોઈસ ક્વોલિટીની બાબતે પ્રથમ નંબર પર છે. જ્યારે જિયો અને વોડાફોન બંને બીજા ક્રમે છે. એરટેલ ત્રીજા સ્થાન પર છે. એટલે કે, ગ્રાહકોને હાઈ સ્પીડ ડેટા આપતી આ તમામ કંપનીઓ વોઈસ ક્વોલિટીની બાબતમાં નિષ્ફળ રહી છે.

વોઈસ સેમ્પલના આધાર પર રેટિંગ મળ્યા
TRAI વેબસાઈટ પરથી 5 નવેમ્બર સુધી અપડેટ થયેલા ડેટાના અનુસાર, BSNLને 2014 યુઝર્સે 5માંથી 3.4 સ્ટાર રેટિંગ આપ્યા હતા. રિલાયંસ જિયો અને વોડાફોનને 3.3 સ્ટાર રેટિંગ મળ્યા. જો કે, જિયોના 10,292 યુઝર્સ અને વોડાફોનને 3,408 સેમ્પલના આધારે રેટિંગ મળ્યા. એરટેલને 9,520 સેમ્પલના આધારે 3.0 સ્ટાર રેટિંગ મળ્યા. જ્યારે આઈડિયાને 977 સેમ્પલના આધારે 2.9 સ્ટાર રેટિંગ મળ્યુા.

ટ્રાવેલિંગ દરમિયાન જિયો સૌથી ખરાબ
ડેટામાં ઈન્ડોર, આઉટડોર અને ટ્રાવેલિંગ દરમિયાન કોલ ક્વોલિટીની વચ્ચેનો તફાવત જોવામાં આવ્યો હતો. ટ્રાવેલિંગ દરમિયાન મળતી વોઈસ ક્વોલિટીને લઈને BSNLના યુઝર્સે સૌથી વધારે રેટિંગ આપ્યા છે. ટ્રાવેલિંગ કોલ ક્વોલિટીને લઈને BSNLને 4.4, એરટેલને 3.3 અને જિયોને 3.2 રેટિંગ મળ્યા છે. આ ડેટા તમામ રાજ્યોના યુઝર્સ દ્વારા મળેલી જાણકારીના આધારે તૈયાર કરવામાં આવે છે.

યુઝર્સ દ્વારા મળેલા સેમ્પલના આધારે એ વાત સ્પષ્ટ થઈ કે માત્ર 60 ટકા યુઝર્સ જ કોલ ક્વોલિટીને લઈને ખુશ હતા, જ્યારે 26 ટકા કોલમાં વોઈસ ક્વોલિટી ખરાબ હતી અને 14 ટકામાં કોલ ડ્રોપ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...