સરકારી ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) પોતાના યુઝર્સને 4 મહિના સુધી ફ્રી બ્રોડબેન્ડ સર્વિસ આપી રહી છે. તેનો ફાયદો ફાઈબર અને ડિજિટલ સબસ્ક્રાઈબર્સ લાઈનવાળા યુઝર્સને મળશે. તેનો ફાયદો BSNL લેન્ડલાઈન અને બ્રોડબેન્ડ ઓવર વાઈફાઈ સબસ્ક્રાઈબર્સને પણ મળશે.
અંદમાન અને નિકોબાર સર્કલ સિવાય દેશના તમામ સર્કલમાં સમાન ટેરિફ માટે કંપનીએ ભારત ફાઈબર યોજના શરૂ કરી છે. કંપની FTTH (ફાઈબર ટુ ધ હોમ) બ્રોડબેન્ડની સર્વિસ આપે છે. તેની પ્રારંભિક કિંમત 449 રૂપિયા છે.
આ શરતે મળશે લાભ
ટેલિકોમ ટોક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, BSNL પોતાના ભારત ફાઈબર, ડિજિટલ સબસ્ક્રાઈબર લાઈન, લેન્ડ લાઈન અને BBoWiFi ગ્રાહકોને 36 મહિનાના રેન્ટલનું એક સાથે પેમેન્ટ કરવા પર 4 મહિનાની ફ્રી બ્રોડબેન્ડ સર્વિસ મળશે. 36 મહિનાનું પેમેન્ટ કરી કુલ 40 મહિનાનું બેનિફિટ મળશે. સાથે જ 12 મહિનાનું એડવાન્સ પેમેન્ટ એક સાથે કરનારા ગ્રાહકોને 1 મહિના માટે એક્સ્ટ્રા સર્વિસ પણ ફ્રીમાં મળશે.
પ્લાન માટે ટોલ ફ્રી નંબર પણ અવેલેબલ
કસ્ટમર આ ઓફરનો લાભ લેવા માટે 1800003451500 નંબર પર ફોન કરી અથવા નજીકના કસ્ટમર કેર સેન્ટર પર જઈને આ ઓફર વિશે વધારે માહિતી મેળવી શકે છે. કેરલ ટેલિકોમના રિપોર્ટ પ્રમાણે આ ફેરફાર ભારતના તમામ ફાઈબર પ્લાન પર લાગુ છે જે 449 રૂપિયાથી શરૂ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.