તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેલિકોમ:BSNL ફ્રીમાં આપી રહી છે સિમ કાર્ડ, 28 નવેમ્બર સુધી આ ઓફરનો ફાયદો મળશે

5 મહિનો પહેલા
  • અત્યાર સુધી BSNLના સિમ કાર્ડ માટે કંપની 20 રૂપિયા ચાર્જ લેતી હતી
  • ફ્રીમાં BSNL સિમ મેળવવા માટે પ્રથમ રિચાર્જ મિનિમમ 100 રૂપિયાનું કરાવાનું રહેશે

સરકારી ટેલિકોમ કંપની BSNLએ ફ્રીમાં સિમ કાર્ડ આપવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી કંપની તેના માટે 20 રૂપિયાનો ચાર્જ લેતી હતી, પરંતુ હવે તેને લિમિટેડ પિરિયડ માટે ફ્રીમાં ઓફર કરી રહી છે. આ ઓફર હેઠળ તમે 15 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી BSNLનાં ફ્રી સિમની ખરીદી કરી શકશો.

પ્રથમ રિચાર્જ 100 રૂપિયાનું કરાવવું પડશે
ફ્રીમાં BSNLનું સિમ કાર્ડ લેવા માટે પ્રથમ રિચાર્જ 100 રુપિયાનું કરાવાનું રહેશે. દેશભરમાં BSNLના ગ્રાહકો આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. ગ્રાહકો તેમના નજદીકના BSNL સ્ટોર પર જઈ ફ્રીમાં સિમ કાર્ડની ખરીદી કરી શકશે.

BSNLએ લોન્ચ કર્યો નવો બ્રોડબેન્ડ પ્લાન
BSNLએ 599 રૂપિયાનો નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનનું નામ 'Fiber Basic Plus' છે. આ પ્લાનમાં 60Mbpsની સ્પીડ સાથે કુલ 3300GB ડેટા મળે છે. સમય કરતાં પહેલાં ડેટા લિમિટ પૂરી થઈ જવા પર સ્પીડ ઘટી 2Mbpsની થઈ જશે. આ પ્લાનમાં દેશભરમાં કોઈ પણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ પણ મળે છે.

BSNL એક્સપાન્ડ થશે
આગામી વર્ષ MTNLનું છેલ્લું વર્ષ છે. અર્થાત આગામી વર્ષથી દિલ્હી અને મુંબઈ સહિતના મહાનગરોમાં MTNLને બદલે BSNLનો જલ્વો જોવા મળશે. આ રીતે આગામી વર્ષે દેશભરના 20 ટેલિકોમ સર્કલમાં BSNL પહોંચી જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો