• Gujarati News
  • Utility
  • BSNL Launches New Plan With 365 Days Validity, Find Out The Cost Of The Plan And What Features Will Be Available

ટેલિકોમ:BSNLએ 365 દિવસની વેલિડિટીવાળો નવો પ્લાન લોન્ચ કર્યો, જાણો પ્લાનની કિંમત અને કઈ સુવિધાઓ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા પ્લાનની કિંમત 1499 રૂપિયા છે
  • આ પ્લાનમાં કુલ 24GB ઈન્ટરનેટ મળે છે

BSNLએ 1499 રૂપિયાનો નવો પ્રિપેઈડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. તેમાં ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. કંપનીએ આ પ્લાનની જાહેરાત BSNL ચેન્નાઈનાં ટ્વિટર અકાઉન્ટ પર કરી છે. આ પ્લાનનું નામ PV 1499 રૂપિયા છે અને તેને ગ્રાહકો માટે 1 સપ્ટેમ્બરથી લોન્ચ કરવામાં આવશે.

પ્લાનમાં મળતી સુવિધાઓ
આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. કુલ 24GB ઈન્ટરનેટ મળે છે. તેમાં તમામ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે અનલિમિટેડ કોલિંગ મળે છે. પ્રતિ દિવસ 100 SMSની સુવિધા મળે છે.

ઓફર અંતર્ગત 30 દિવસની વધારાની વેલિડિટી મળશે
કંપની પ્રમોશનલ ઓફર અંતર્ગત, પ્લાન લોન્ચ થયાના 90 દિવસની અંદર પ્લાન લેનારા ગ્રાહકોને પ્લાનમાં 30 દિવસ એક્સ્ટ્રા મળશે.

BSNLના 365 રૂપિયાના પ્લાનમાં પણ 1 વર્ષની વેલિડિટી મળશે

આ પ્લાનમાં વોઈસ કોલ માટે પ્રતિ દિવસ 250 મિનિટ મળે છે. પ્રતિ દિવસ 2GB ડેટા સાથે 100 SMS મળે છે. બેનિફિટ્સની વેલિડિટી 60 દિવસની છે, પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.

અન્ય ટેલિકોમ કંપનીઓના 365 દિવસના પ્લાન
એરટેલ
2498 રૂપિયા

આ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમટેડ કોલિંગ, 100 SMS અને પ્રતિ દિવસ 2GB ડેટા મળે છે. તેમાં zee પ્રાઈમ સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે.

2398 રૂપિયા
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે પ્રતિ દિવસ 1.5GBના ડેટા સાથે 100 SMS મળે છે. zee પ્રાઈમ સબ્સ્ક્રિપ્શન ફ્રી મળે છે.

1498 રૂપિયા
તેમાં અનલિમિટેડ કોલિંગ સાથે કુલ 24GB ડેટા મળે છે. પ્રતિ દિવસ 100 SMSની સુવિધા પણ મળશે. આ પ્લાનમાં પણ zee પ્રાઈમ સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે.

જિયોના પ્લાન
2599 રૂપિયા

આ પ્લાનમાં પ્રતિ દિવસ 2GB ડેટા અને અલગથી 10GB ડેટા મળશે. તેમાં અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 12000 મિનિટ મળશે. સાથે જ પ્રતિ દિવસ 100 SMS અને My Jio એપ્સની તમામ સુવિધાઓ મળશે. આ પેકમાં ડિઝની પ્લસ હોટસ્ટારનું 1 વર્ષનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળશે.

2399 રૂપિયા
આ પ્લાનમાં પ્રતિ દિવસ 2GB ડેટા મળે છે કુલ 730GB ડેટા મળે છે. તેમાં જિયો ટુ જિયો સાથે અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. પ્રતિ દિવસ 100 SMSની પણ સુવિધા મળશે. સાથે જ જિયોની તમામ એપ્સનો ફ્રી એક્સેસ પણ મળશે.

વોડાફોન-આઈડિયા
2399 રૂપિયા

આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે પ્રતિ દિવસ 1.5GB ડેટા અને 100 SMS મળે છે. સાથે જ વોડાફોન યુઝર્સને વોડાફોન પ્લે અને zee 5 સબ્સ્ક્રિપ્શન મળે છે.

1499 રૂપિયા
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે કુલ 24GB ડેટા મળે છે. પ્રતિ દિવસ 100 SMSની પણ સુવિધા મળે છે.

અન્ય સમાચારો પણ છે...