ટેલિકોમ:BSNLએ નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો, અનલિમિટેડ ડેટાની સાથે 60Mbpsની હાઈ સ્પીડ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ આ બ્રોડબેન્ડ પ્લાનનું નામ 'Fiber Basic Plus' રાખ્યું છે
  • આ પ્લાનમાં તમને 60Mbps સ્પીડની સાથે 3300GB ડેટા મળશે

BSNLએ 599 રૂપિયાની કિંમતનો નવો પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ આ બ્રોડબેન્ડ પ્લાનનું નામ 'Fiber Basic Plus' રાખ્યું છે. BSNLના આ નવા પ્લાનમાં શું ખાસ છે. આ પ્લાન અંતર્ગત કંપની 60Mbpsની સ્પીડ આપશે અને ખાસ વાત એ છે કે, તેની સાથે અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાન કંપની તમામ સર્કલ માટે લોન્ચ કરી રહી છે.

તેમાં આ બેનિફિટ મળશે
આ પ્લાનમાં તમને 60Mbpsની સ્પીડની સાથે 3300GB ડેટા મળશે. કંપની આ પ્લાનને અનલિમિટેડ ડેટા બેનિફિટવાળા પ્લાન તરીકે પ્રમોટ કરી રહી છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ પ્લાનમાં મળતી ઈન્ટરનેટની સ્પીટ ઓછી થઈને 2Mbps થઈ જાય છે. આ પ્લાનની સાથે યુઝર્સને સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક માટે 24 કલાક અનલિમિટેડ કોલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે.

BSNLના અન્ય પ્લાન

499 રૂપિયાનો પ્લાન
BSNLએ થોડા દિવસો પહેલા 499 રૂપિયાની કિંમતનો નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. 1 મહિનાની વેલિડિટીવાળા આ બ્રોડબ્રેન્ડ પ્લાનમાં 20Mbpsની સ્પીડથી 100GB ડેટા મળશે. તે ઉપરાંત યુઝર્સ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. જો કે, યુઝર્સને ISD કોલ માટે પ્રતિ મિનિટ 1.20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો કંપની ગ્રાહકોને મફતમાં એક ઈ-મેલ આઈડીની સાથે એક GB સ્ટોર સ્પેસ આપશે.

799 રૂપિયાનો પ્લાન
ફાઈબર વેલ્યુ પ્લાનમાં યુઝરને 100Mbpsની સ્પીડ સાથે 3300GB ડેટા મળે છે. આ પ્લાનમાં માત્ર 1 મહિનાનું સબસ્ક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ લેન્ડલાઈન કોલિંગની સુવિધા મળે છે.

999 રૂપિયાનો પ્લાન
ફાઈબર પ્રિમિયમ નામના આ પ્લાનમાં 200Mbpsની સ્પીડ સાથે 3300GB ડેટા મળે છે. સમય કરતાં પહેલાં ડેટા લિમિટ પૂરૂ થઈ જવા પર 2Mbpsની સ્પીડે ઈન્ટરનેટ એક્સેસ મળે છે. સાથે જ અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળે છે.

1299 રૂપિયાનો બ્રોડબેન્ડ પ્લાન
BSNLએ નવો 22GB CUL બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. 1299 રૂપિયાના આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. પ્લાનમાં 10Mbpsની સ્પીડ સુધી ડેટા મળે છે. ડેટા લિમિટ પૂરી થઈ જવા પર સ્પીડ ઘટીને 2Mbps થઈ જાય છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો પણ મળે છે. તેના માટે કનેક્શન સાથે લેન્ડલાઈન ફોન પણ મળે છે.

1499 રૂપિયાનો પ્લાન
ફાઈબર અલ્ટ્રા પ્લાનમાં યુઝર્સને 300Mbpsની સ્પીડ સાથે 400GB ડેટા મળે છે. સમય કરતાં પહેલાં ડેટા લિમિટ પૂરી થઈ જવા પર સ્પીડ ઘટીને 2Mbpsની થશે. આ સાથે અનલિમિટેડ કોલિંગ પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...