ન્યૂ પ્લાન:BSNLએ 4 નવા બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યા, 449 રૂપિયામાં 30Mbpsની સ્પીડ સાથે 3300GB ડેટા મળશે

એક વર્ષ પહેલા
  • કંપનીએ 449, 799, 999 અને 1,499 રૂપિયાના 4 પ્લાન લોન્ચ કર્યા છે.
  • આ તમામ પ્લાનમાં યુઝરને કોલિંગ અને હાઇ સ્પીડ ડેટા મળશે

સરકારી ટેલિકોમ કંપની BSNL 4 નવા બ્રોડબેન્ડ પ્લાન લઇને આવી છે. આ ચાર પ્લાન 449, 799, 999 રૂપિયા અને 1,499 રૂપિયાના છે. આ તમામ પ્લાનમાં યુઝરને કોલિંગ અને હાઇ સ્પીડ ડેટા મળશે. 1 ઓક્ટોબરથી ગ્રાહકો આ પ્લાનનો લાભ લઈ શકશે. આ તમામ નવા બ્રોડબેન્ડ પ્લાન 1 ઓક્ટોબરથી 90 દિવસ માટે માન્ય રહેશે. ત્યારબાદ કંપની તેને તેના પ્લેટફોર્મ પરથી રિમૂવ કરી શકે છે. આ પ્લાન BSNL દ્વારા પ્રમોશનલ બેઝિઝ પર લોન્ચ કરવામાં આવ્યા છે.

449 રૂપિયાનો પ્લાન
ફાઈબર બેઝિક નામના આ પ્લાનમાં તમને 30mbps સ્પીડ સાથે 3300GB ડેટા મળશે. જો યુઝરનો ડેટા સમય પહેલા પૂરો થઈ જાય તો પછી તેમની ઇન્ટરનેટ સ્પીડ 2mbps થઈ જશે. આ સાથે યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે.

799 રૂપિયાનો પ્લાન
ફાઇબર વેલ્યૂ પ્લાનમાં યુઝરને 100Mbps સ્પીડ સાથે 3300GB ડેટા મળે છે. આ પ્લાન ફક્ત એક મહિના માટે સબસ્ક્રાઇબ કરી શકાય છે. આ પ્લાન અંતર્ગત યુઝર્ને અનલિમિટેડ લેન્ડલાઇથી કોલિંગની સુવિધા પણ આપવામાં આવશે.

999 રૂપિયાનો પ્લાન
ફાઈબર પ્રીમિયમ નામના આ પ્લાનમાં યુઝરને 200Mbps સ્પીડ સાથે 3300GB મળે છે. જો સમય પહેલાં ડેટા પૂરો થઈ જાય તો પછી તેની સ્પીડ 2Mbps થઈ જશે. આ સાથે યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવશે.

1499 રૂપિયાનો પ્લાન
ફાઈબર અલ્ટ્રા નામના આ પ્લાનમાં યુઝર્સને 300Mbps સ્પીડ સાથે 400GB ડેટા મળે છે. જો સમય પહેલા ડેટા પૂરો થઈ જાય તો પછી તેની સ્પીડ 2Mbps થઈ જશે.આ સાથે, યુઝરને અનલિમિટેડ કોલિંગ બેનિફિટ્સ પણ મળશે.

BSNLએ તાજેતરમાં જ બે નવા પ્લાન લોન્ચ કર્યા
BSNLનો 499 રૂપિયાનો બ્રોડબેન્ડ પ્લાન

BSNLએ થોડા સમય પહેલા જ 499 રૂપિયાની કિંમતનો નવો બ્રોડબેન્ડ પ્લાન શરૂ કર્યો છે. 1 મહિનાની વેલિડિટીવાળા આ બ્રોડબેન્ડ પ્લાનમાં 20mbpsની સ્પીડથી 100GB ડેટા મળશે. આ સાથે જ યુઝર કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. જો કે, યુઝર્સે ISD કોલ માટે મિનિટ દીઠ 1.20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત, કંપની ગ્રાહકોને ફ્રીમાં એક ઇ-મેલ આઈડી સાથે 1 GB સ્ટોરેજ સ્પેસ આપશે.

BSNLનો 1,299 રૂપિયાવાળો બ્રોડબેન્ડ પ્લાન
BSNLએ નવો 22GB CUL બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. 1,299 રૂપિયાની કિંમતવાળા આ પ્લાનમાં કંપની દરરોજ 22 GB ડેટા આપી રહી છે. પ્લાનમાં યુઝર્સને 10mbps સુધીની સ્પીડ સાથે દરરોજ 22 GB ડેટા મળે છે. ડેટાની લિમિટ પૂરી થઈ ગયા બાદ સ્પીડ ઘટીને 2mbps પર આવી જશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો પણ લાભ મળશે. આ માટે દરેક કનેક્શન સાથે લેન્ડલાઇન ફોન પણ આપવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...