ટેલિકોમ:BSNLએ 2 નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા, અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સાથે ઘણી સુવિધા મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ તેના 399 અને 525 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનને રિવાઈઝ કર્યા છે
  • BSNLએ તાજેતરમાં 3 નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા હતા

BSNL મોબાઈલ યુઝર્સને આકર્ષવા માટે ઘણા પ્રયાસ કરી રહ્યું છે. તેના કારણે કંપનીએ તેના 399 અને 525 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનને રિવાઈઝ કર્યા છે. આ પ્લાનમાં 255GB સુધીના રોલઓવર ડેટા બેનિફિટ પણ ઓફર કરવામાં આવી રહ્યા છે. અમે તમને આ પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ.

399 રૂપિયાના પ્લાનમાં હવે શું મળશે?
આ પ્લાનને 'ઘર વાપસી પ્લાન' નામ આપવામાં આવ્યું છે. આ પ્લાનમાં BSNL દર મહિને 70GB ડેટા આપે છે. આ પ્લાન 210GB રોલઓવર ડેટા બેનિફિટની સાથે આવે છે. તેમાં સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ કરી શકાય છે. તેમાં દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.

525 રૂપિયાના પ્લાનમાં શું મળશે?
525 રૂપિયાના મંથલી રેન્ટલવાળા પ્લાનમાં કંપની હવે દર મહિને 85GB ડેટા આપી રહી છે. પ્લાનમાં 255GB સુધીનો ડેટા રોલઓવર બેનિફિટ મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી SMSનો ફાયદો થાય છે.

BSNLએ થોડા દિવસ પહેલા 3 પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા હતા
BSNLએ તાજેતરમાં જ 3 નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા હતા. આ પોસ્ટપેડ પ્લાનની કિંમત 199, 798, અને 999 નક્કી કરવામાં આવી છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સાથે ઘણી સુવિધાઓ મળશે.