તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેલિકોમ:BSNLએ 3 નવા પ્લાન લોન્ચ કર્યા, અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સાથે ઘણી સુવિધાઓ મળશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પોસ્ટપેડ પ્લાનની કિંમત 199, 798 અને 999 નક્કી કરવામાં આવી છે
  • આ પ્લાન તમામ ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ રહેશે

BSNLએ 3 નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પોસ્ટપેડ પ્લાનની કિંમત 199, 798 અને 999 નક્કી કરવામાં આવી છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સાથે ઘણી સુવિધાઓ મળશે. આજે અમે તમને આ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ.

199 રૂપિયાનો પ્લાન
199 રૂપિયાના આ પ્લાનમાં BSNL નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ જ્યારે બીજા નેટવર્ક પર કોલિંગ માટે 300 મિનિટ્સ મળે છે. આ પ્લાનમાં 25GB ડેટા મળશે. તે ઉપરાંત 75GB રોલ ઓવરની પણ સુવિધા ઉપલબ્ધ છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ યુઝર્સને 10.24 રૂપિયા પ્રતિ GBના હિસાબથી પૈસા આપવા પડશે. તે ઉપરાંત આ પ્લાનમાં 100SMS દરરોજ ઓફર કરવામાં આવે છે.

798 રૂપિયાનો પ્લાન
આ પ્લાન અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે આવે છે. આ પ્લાનમાં તમને 50GB હાઈ-સ્પીડ ડેટા મળશે, તે ઉપરાંત તમને તેમાં 150GB સુધી ડેટા રોલ ઓવરની સુવિધા મળે છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ યુઝર્સને 10.24 રૂપિયા પ્રતિ GBના હિસાબથી પૈસા ચૂકવવા પડશે. આ પ્લાનમાં તમને દરરોજ 100 SMS પણ મળે છે. આ પ્લાનમાં બે ફેમિલિ કનેક્શન પણ ઓફર કરવામાં આવે છે. ફેમિલિ કનેક્શનમાં કંપની અનલિમિટેડ વોઈસ સુવિધા, 50GB ડેટા અને 100SMS દરરોજ આપે છે.

999 રૂપિયાનો પ્લાન
આ પોસ્ટપેડ પ્લાનમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. આ રિચાર્જ પેકમાં 75GB ડેટા મળે છે જે 225GB સુધી રોલ ઓવરની સુવિધા અને દરરોજ 100SMSની સુવિધા સાથે આવે છે. આ પ્લાનમાં 3 ફેમિલિ કનેક્શન પણ ઓફર કરવામાં આવે છે. દરેક ફેમિલિ કનેક્શનને 75GB ડેટા અને દરરોજ 100SMS ઓફર કરવામાં આવે છે.

6 પોસ્ટપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે BSNL
આ પ્લાન લોન્ચ થયા બાદ BSNLના પોસ્ટપેડની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે. તેની કિંમત 199, 399, 525, 798, 999 અને 1525 રૂપિયા છે. આ પ્લાન વિશે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.