બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ આસિસ્ટન્ટ એરક્રાફ્ટ મેકેનિક, આસિસ્ટન્ટ રેડિયો મેકેનિક, કોન્સટેબલ સહિત 220 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા પર કામ કરવા ઈચ્છુક ઉમેદવાર 26 જુલાઈ, 2021 સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે.
લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 10-12 પાસ હોવા જોઈએ.
જગ્યાની સંખ્યા: 220
જગ્યા | સંખ્યા |
આસિસ્ટન્ટ એરક્રાફ્ટ મેકેનિક | 49 |
આસિસ્ટન્ટ રેડિયો મેકેનિક | 08 |
કોન્સ્ટેબલ | 08 |
સ્ટાફ નર્સ | 74 |
ASI ઓપરેશન થિયેટર ટેક્નીશિયન | 02 |
ASI લેબ ટેક્નીશિયન | 56 |
સીટી | 18 |
HC (વેટરનરી) | 40 |
કોન્સ્ટેબલ (કેનેલમેન) | 30 |
ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18થી 30 વર્ષ હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીને નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.
સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં પ્રદર્શનને આધારે કરવામાં આવશે.
સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારને પે મેટ્રિક્સ લેવલ 3થી લેવલ 6 પ્રમાણે દર મહીને સેલરી આપવામાં આવશે.
આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ https://rectt.bsf.gov.in/ પર 26 જુલાઈ પહેલાં ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.