તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • BSF Recruitment 2021: 89 Vacancies For GDMO & Specialists Posts, Border Security Force Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:બોર્ડર સિક્યોરિટી ફોર્સે GDMO અને સ્પેશિયલિસ્ટની 89 જગ્યા પર ભરતી બહાર પાડી, એક્ઝામ વગર ઇન્ટરવ્યૂથી જ સિલેકશન થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GDMOની જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MBBSની ડિગ્રી હોવી જોઈએ
  • GDMO પોસ્ટ પર સિલેક્ટ થયેલા ઉમદેવારને દર મહીને 75 હજાર રૂપિયા પગાર મળશે

બોર્ડર સિક્યોરીટી ફોર્સ (BSF)એ જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર (GDMO)અને સ્પેશિયલિસ્ટની જગ્યા પર ભરતી કરશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 89 જગ્યા પર ભરતી કરવામાં આવશે, મહત્ત્વની વાત તો એ છે કે આ જગ્યા માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન કોઈ પણ પરીક્ષા લીધા વગર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 21 જૂનથી 30 જૂન સુધી યોજાનારા વોક-ઈન-ઇન્ટરવ્યૂમાં સામેલ થઇ શકે છે.

લાયકાત
GDMOની જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MBBSની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત ઇન્ટર્નશિપ કરી ચૂકેલા કેન્ડિડેટ્સ પણ આ પોસ્ટ પર અપ્લાય કરી શકશે. સ્પેશિયલિસ્ટની પોસ્ટ માટે સંબંધિત સ્પેશિયાલિટીમાં ગ્રેજ્યુએટ ડિગ્રી કે ડીપ્લોમા હોલ્ડર અરજી કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 89

જગ્યાસંખ્યા
જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર62
સ્પેશિયલિસ્ટ27

સેલરી
GDMO: 75 હજાર રૂપિયા
સ્પેશિયલિસ્ટ : 85 હજાર રૂપિયા

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સને કોઈ પણ પ્રકારની એક્ઝામ આપવાની નહીં રહે. તેમનું સિલેક્શન ડાયરેક્ટ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો:
આ જગ્યા પર ભરતી માટે ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ જરૂરી ડોક્યુમેન્ટ સાથે 21 જૂનથી 30 જૂન 2021 સુધી ડિરેક્ટર બોર્ડર સિક્યોરિટી ફોર્સ, બ્લોક નંબર 10, CGO કોમ્પ્લેક્ષ, નવી દિલ્હીમાં વોક-ઈન-ઇન્ટરવ્યૂમાં સામેલ થઈ શકે છે.