તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • BSF Has Sought Applications For Recruitment To Various Posts, Candidates Will Be Able To Apply Till December 31

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:BSFએ વિવિધ પોસ્ટ્સ પર ભરતી માટે અરજી માગી, ઉમેદવારો 31 ડિસેમ્બર સુધી અપ્લાય કરી શકશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ વિવિધ 53 પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે, જે 31 ડિસેમ્બર, 2021 સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા ઉમેદવારો નિર્ધારિત સમય પહેલાં ઓફલાઇન અરજી કરી શકે છે.

પોસ્ટની સંખ્યા - 53

પોસ્ટ્સસંખ્યા
પાયલટ02
કમાન્ડન્ટ06
SAM (Inspr)05
JAM (SI)11
AAM (ASI)16
સિનિયર ફ્લાઇટ એન્જિનિયર05
જુનિયર ફ્લાઇટ એન્જિનિયર04
જુનિયર ગનર04

એલિજિબિલિટી
વિવિધ હોદ્દા પર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાતનો નિર્ણય અલગ રીતે લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, તમે એલિજિબિલિટી સંબંધિત વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકો છો.

વય મર્યાદા
વયમર્યાદા સંબંધિત વિગતવાર માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

મહત્ત્વપૂર્ણ તારીખો
એપ્લિકેશન શરૂ થવાની તારીખ - 15 ફેબ્રુઆરી 2021
અરજી કરવાની છેલ્લી તારીખ - 31 ડિસેમ્બર 2021

સિલેક્શન પ્રોસેસ
આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

પગાર
પસંદ થયેલા ઉમેદવારોને સ્કોર પ્રમાણે 1,35,000થી 3,50,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને યોગ્ય ઉમેદવારો નિર્ધારિત ફોર્મેટમાં અરજી ફોર્મ ભરીને નીચેના સરનામે મોકલી શકે છે
ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ
FHQ BSF બ્લોક નંબર - 10 CGO સંકુલ
લોધી રોડ, નવી દિલ્હી, પેન- 110003

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો